ટીમ મલાડ મેરેથોન અને બીવીપી ફિલ્મસિટી ચેરિટી ટ્રસ્ટ દ્વારા સંજય ગાંધી પ્લેગ્રાઉન્ડ, મલાડ ઈસ્ટમાં મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કુંદન વળવી, એસીપી વિજય ભિસેના સક્રિય સહકાર સાથે સૌથી મોટી આ ફિટનેસ ચળવળમાં એક શક્તિશાળી મંચ પર ફિટ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાનો જોશ એકત્ર જોવા મળ્યો હતો.
આ વખતની 6ઠ્ઠી આવૃત્તિમાં વિક્રમી 7000થી વધુ રનર્સે વિવિધ શ્રેણીની દોડમાં ભાગ લીધો હતો. નિર્મલ બંગ સિક્યુરિટીઝ, અગરવાલ ગ્રુપ ઓફ કંપનીઝ, સુનિતી ગોયંકી, ડો. અનિલ કાશી પ્રસાદ મુરારકા, કુસુમ મધુસૂદન મહેશ્વરી (વેદાંત ફાઉન્ડેશન) રીજન્સી ગ્રુપ, બીકે સારીઝ દ્વારા ટેકો અપાયો હતો. વોકેથોનમાં રૂ. 2 લાખની ઈનામી રકમ વિવિધ શ્રેણીમાં રખાઈ હતી.વોકેથોનો વંચિત યુવાનો માટે કામ કરતા બીવીપી ફિલ્મ સિટી ચેરિટી ટ્રસ્ટ સાથે સહયોગમાં સશક્તિકરણના ધ્યેયને મજબૂત બનાવ્યો હતો. રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટર્ન એલિટ, લોયન્સ ક્લબ ઓફ ઉડાન, ભારત વિકાસ પરિષદ મલાડ વેસ્ટ, બ્રહ્માકુમારીઝ, એમ્પલ મિશન, એસએસકેએમએમે આ ઉપક્રમને વધુ મજબૂત બનાવ્યો હતો.

ખાસ કરીને ભારતીય નેવી, આર્મી, એરફોર્સ, એનએસજી, સીઆઈએસએફ, ફોર્સ વન, મુંબઈ પોલીસ, એસઆરપીએફ, કોસ્ટ ગાર્ડ, ફોર્સ વન અને અન્ય એલિટ યુનિટ્સ પણ જોડાતાં માહોલ દેશભક્તિમય બન્યો હતો. ખાસ કરીને તેમની સાથે આમ નાગરિકોને દોડવા અને વોક કરવા મળતાં આ ઉપક્રમનું મહત્ત્વ ઓર વધ્યું હતુ.આ મેરેથોનમાં સ્વર્ણિમ 3 કિમી સાડી વોક આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં 1000થી વધુ મહિલાઓએ ભાગ લઈને સશક્તિકરણ, સાંસ્કૃતિક ગૌરવ અને અસલ સમાવેશકતાનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત ચિલ્ડ્રન્સ એકેડેમી, ડીજી ખેતાન ઈન્ટરનેશનલ સ્કૂલ, ગોકુળધામ એન્ડ એસોસિયેટ્સ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજસ્થાન સંમેલન એજ્યુકેશન ટ્રસ્ટના 2000થી વધુ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી.
દોડ પૂરી કરનારને ફિનિશર મેડલ સર્વ દોડ અને વોક પૂરી કરનારને ફિનિશર મેડલ અને નાસ્તો અપાયા હતા. ઝુંબા સત્રો, મ્યુઝિક ઝોન અને સમર્પિત ફોટો પોઈન્ટ્સ પણ રખાયા હતા. સંજીવની સર્જિકલ એન્ડ જનરલ હોસ્પિટલ મેડિકલ પાર્ટનર રહી હતી, જેને તાલીમબદ્ધ ડોક્ટરો, એમ્બ્યુલન્સ અને ફિઝિયોથેરપી ટીમોએ ટેકો આપ્યો હતો, એમ આયોજકમાંથી એક ડો. સિદ્ધાર્થ હારિતવાલે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
