માટુંગામાં રહેતા ૭૨ વર્ષના એક ગુજરાતી વેપારીએ આરોપ લગાવ્યો છે કે ચાર વર્ષ સહિત ચાલેલા ટ્રેડિંગ ફ્રોડમાં તેમણે ૩૫ કરોડ રૃપિયા ગુમાવ્યા છે. માટુંગા (વે.)માં રહેતા ભરત હરખચંદ શાહે દાવો કર્યો છે કે ગ્લોબ કેપિટલ માર્કેટ લિ. તેમની પત્નીના ખાતાનો દુરૃપયોગ કરીને અનધિકૃત સોદા કર્યા હતા જેના કારણે તેઓને ભારે નુકસાન સહેવું પડયું હતું અને મોટા દેવામાં આવી ગયા હતા. આ બાબતની તેમને ક્યારે ખબર જ પડી નહીં અને ખબરપડી ત્યારે મોડું થઈ ગયું હતું અને તેમને કરોડો રૃપિયા ગુમવવાનો વારો આવ્યો હતો.
આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર પરેલમાં કેન્સરના દર્દી માટે ઓછા ભાડાનું ગેસ્ટ હાઉસ ચલાવતા શાહ અને તેમની પત્નીને ૧૯૮૪માં તેમના પિતા પાસેથી શેર પોર્ટફોલિયો વારસામાં મળ્યો હતો. શેરબજારની બહુ સમજ ન હોવાથી દંપતિએ ક્યારેય શેરમાં સક્રિય રીતે કોઈ રોકાણ કર્યું નહોતું. તેમણે દાયકાઓ સહિત તેમના હોલ્ડિંગ્સને હાથ પણ લગાવ્યો નહોતો.
આ કથિત છેતરપિંડી ૨૦૨૦માં શરૃ થઈ હતી. એક મિત્રની ભલામણને પગલે શાહે ગ્લોબ કેપિટલ માર્કેટ લિ.માં પોતાના અને પત્ની માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટસ ખોલ્યા હતા અને તેમના વારસાગત શેરને ટ્રાન્સફર કર્યા હતા. શરૃઆતમાં આ વ્યવસ્થા સરળ લાગતી હતી અને ચાલતી હતી. બ્રોકરેજ કંપનીના પ્રતિનિધિઓ નિયમિત પણે તેમનો સંપર્ક કરતા અને તેમને ખાતરી આપતા કે કોઈ વધારાના રોકાણની જરૃર નથી અને વારસામમાં મળેલા શેરના સુરક્ષિત રીતે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે. શાહને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને શેર બાબતની વિવિધ પ્રક્રિયામાં મદદ કરવા મનાટે મદદ અને ગાઈડન્સ પણ મળશે.

ત્યારબાદ ગ્લોબ કેપિટલ માર્કેટ લિ.એ કંપનીના બે કર્મચારીઓ જેમની ઓળખ અક્ષય બારિયા અને કરણ સિરોયા તરીકે થઈ છે તેમને પોર્ટફોલિયોનું સંચાલનનું કામ સોંપ્યુ હતું. એફઆઈઆર મુજબ ધીરે ધીરે આ બન્નેએ દંપતીના ખાતાઓનું સંચાલન અને નિયંત્રણ હાથમાં લઈ લીધું હતું.
એફઆઈઆરમાં શાહના જણાવ્યા મુજબ શરૃઆતમાં બન્ને કર્મચારીઓ દરરોજ ફોન કરીને તેમને સલાહ આપતા હતા કે કયો ઓર્ડર આપવો, ક્યાં શેરમાં રોકાણ કરવું, ત્યારબાદ તેઓ શાહના ઘરે મુલાકાત લેવા લાગ્યા હતા અને પોતાના લેપટોપ દ્વારા ઈમેલ પણ મોકલવા લાગ્યા. તેમને દરેક ઓટીપી શેર કરવા, દરેક ેએસએમએસ અને ઈંલ ખોલવા અને બધી પરવાનગીઓ આપવા સૂચના આપવામાં આવી હતી. શાહે એવું માન્યુ કે તેઓ સૂચનાઓનું પાલન કરી રહ્યા છે માન્યુ કે અને અજાણતા જ તેમણે બ્રોકરેજ ફર્મને મુક્તપણે કામ કરવાની મંજૂરી આપી દીધી હતી. તેઓ બિલકુલ અજાણ હતા કે તેમના અને તેમની પત્નીના નામે વ્યાપક સોદા થઈ રહ્યા છે.
માર્ચ ૨૦૨૦ અને જૂન ૨૦૨૪ની વચ્ચે સાહને વાર્ષિક સ્ટેટમેન્ટ મળ્યા જેનો તેઓ નફો કરતા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કાગળ પર કાંઈ ખોટું ન હોવાથી તેમની પાસે બ્રોકરેજ ફર્મની કાર્યવાહી પર શંકા કરવાનું કારણ નહોતું., જો કે જુલાઈ ૨૦૨૪માં બધુ બદલાઈ ગયું જ્યારે દેવું ચૂકવી દીધું હતું. બાદમાં તેમણે બાકીના શેર બીજા બ્રોકરેજને ટ્રાન્સફર કરી દીધા હતા.
જ્યારે શાહે કંપનીની વેબસાઈટ પરથી મૂળ ટ્રાન્ઝેકશન સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા ત્યારે શાહે ચાર વર્ષ માટે તેમને ઈમેલ કરવામાં આવેલા નફાના સ્ટેટમેન્ટની તુલના કરતા મોટી વિસંગતતાઓ જોવા મળી હતી. તેમણે એ પણ શોધી કાઢ્યું કે બ્રોકરેજ કંપનીએ તેમના નામનો ઉપયોગ કરીને એનએસઈની અનેક નોટિસોનો જવાબ આપ્યો હતો જેના વિશે તેમને ક્યારેય કોઈ જાણ કરવામાં આવી નહોતી સાહે આરોપ કર્યો હતો કે ચાર વર્ષ સુધી કંપનીએ અમને ખોટું ચિત્ર રજૂ કર્યું જ્યારે વાસ્તવિકે નુકસાન વધતું રહ્યું હતું.

શાહે વનરાઈ પોલીસ મથકમાં આ બાબતે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ ગ્લોબ કેપિટલના રિસ્ક મેનેજમેન્ટ વિભાગે તેમને ફોન કરીને જાણ કરી કે તેમના અને તેમના પત્નીના ડિમેટ બેલેન્સને કારણે તેમને ૩૫ કરોડ રૃપિયા ચૂકવવાના બાકી છે અને તેમને ચેતવણી આપવામાં આવી કે જો આ રકમ ચૂકવવામાં નહીં એવે તો તેમના શેર વેંચી દેવામાં આવશે.
આ વાતથી વ્યથિત થઈ રહેલાં શાહે કંપનીની ઓફિસની મુલાકાત લીધી જ્યાં તેમને પહેલીવાર ખબર પડી કે સર્કયુલર ટ્રેડિંગ સહિતના અનધિકૃત વેપારને કારણે તેમનો પોર્ટફોલિયો તૂટી ગયો છે અને કરોડો રૃપિયાના શેર પહેલેથી જ વેંચાઈ ચૂક્યા છે. પોતાની બાકીની સંપત્તિ ગુમાવવાના ડરથી શાહે બાકીના શેર વેચી દીધા અને ૩૫ કરોડ રૃપિયાનું સંપૂર્ણ આઈપીસીની કલમ ૪૦૯ (વિશ્વાસભંગ) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ નોંધાયેલા આ કેસને વિગતવાર તપાસ માટે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યો છે. તેમણે આ ઘટનાને સંગઠિત નાણાકીય છેતરપિંડી તરીકે વર્ણવી છે. તેમણે એવી આશા વ્યકત કરી હતી કે તપાસમાં ખુલાસો થશે કે આટલા મોટા પાયે અનધિકૃત વેપાર અને ગેરરીતિ કઈ રીતે ધ્યાન બહાર રહી હતી.
For more details… Contact 9322529232 / 9324483455
