શિયાળાની સિઝનમાં લીલા વટાણા ખાવાનું લોકોને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ શાકભાજી કેટલાક લોકો માટે નુકસાનકારક છે. આવો જાણીએ તેનું સેવન કયા લોકોએ ન કરવું જોઈએ.
શિયાળામાં લીલા વટાણા માર્કેટમાં ખુબ વેચાઈ છે. આ સિઝનમાં તેનું સેવન લોકો કરે છે. વિવિધ શાકભાજીમાં પણ લીલા વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા વટાણામાં વિટામિન A, E, D, અને C સારી માત્રામાં હોય છે. તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. પરંતુ કેટલાક લોકો માટે તે ખતરનાક સાબિત થાય છે. આવો જાણીએ કયા લોકોએ લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ.
આ લોકોએ વટાણા ન ખાવા જોઈએ
ડાયરિયાના દર્દીઃ વધુ વટાણા ખાવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. તેના સેવનતી ઇર્રિટેબલ બાઉલ સિન્ડ્રોમ અને ડાયરિયાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તેમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે. તેવામાં જો લીલા વટાણાનું સેવન બ્રાઉસ રાઇસ અને સોયા જેવા ઉત્પાદકો સાથે કરવામાં આવે તો તેનાથી પેટની શક્તિ સુધરે છે, જેનાથી વટાણાના દુષ્પ્રભાવોને ઘટાડી શકાય છે.

વજન વધારે છે વટાણાઃ લીલા વટાણા ખાવાથી શરીરમાં ફેટ વધી શકે છે. વટાણામાં રહેલું પ્રોટીન અને કાર્બ્સ તમારા વજનમાં વધારો કરી શકે છે. તેવામાં લીલા વટાણાને સારી રીતે પકાવો. સાથે પકાવતા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો.
ગેસ-એસિડિટીમાં વધારોઃ વટાણામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે, જે પાચનને પ્રભાવિત કરી શકે છે અને ગેસ, સોજા કે પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. જે લોકો ગેસ્ટિક છે તે લોકો વટાણાનું સેવન ન કરે. તે સરળતાથી પચતા નથી અને તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ પેટને ફુલાવી તેમાં ગેસ ભરે છે. જેનાથી લોકોને એસિડિટીની સમસ્યા થાય છે.
યુરિક એસિડના દર્દીઃ જો તમે યુરિક એસિડના દર્દી છે તો લીલા વટાણાનું સેવન ન કરો. વટાણામાં પ્યુરીનની વધુ માત્રા કિડની સ્ટોનનો ખતરો વધારી શકે છે. જો તમને પથરી છે તો લીલા વટાણાનું સેવન ન કરો.
ડાયાબિટીસના દર્દીઃ વટાણામાં સુગર અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.
For more details… Contact 9322529232 / 9324483455
