મુંબઈ મેટ્રો લાઈન 3 અથવા એક્વા લાઈન પર રાહદારી કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા એમએમઆરસીએલે બે મોટા સબવે બાંધવાની યોજના જાહેર કરી છે. આ સબવેના કારણે મેટ્રો સ્ટેશનના મહત્વના નજીકના પરિસર, સાર્વજનિક સ્થળો અને આગામી પ્રકલ્પો સાથે સીધા જોડાણ મળશે જેના લીધે મેટ્રો-3ની ઉપયોગીતામાં ઘણો વધારો થશે.
પ્રસ્તાવિત બે સબવેમાંથી પહેલો વરલીમાં નહેરુ સાયન્સ સેંટર મેટ્રો સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે મહાલક્ષ્મી રેસકોર્સ, વર્લી પ્રોમેનેડ અને નહેરુ પ્લેનેટોરિયમ સુધી બાંધવામાં આવશે. એ સાથે જ કોસ્ટલ રોડ નજીક ઊભા થઈ રહેલા નવા બોગદાને અને પહેલાંની વરલી ડેરીની જગ્યામાં ઊભા થઈ રહેલાં વ્યવસાયિક કેન્દ્રને પણ અ માર્ગ જોડશે. આ સબવે 1.6 કિલોમીટર લાંબો હશે.
બીજો સબવે બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે 1.4 કિલોમીટર લાંબો હશે. આ સબવે પ્રવાસીઓને સીધા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટર્મિનલ સાથે જોડશે. બીકેસી પરિસરના મહત્વના ઠેકાણા સાથે આ માર્ગ સમન્વય સાધશે જેના કારણે આ ભાગ એક મુખ્ય ઈંટરચેન્જ હબ તરીકે વિકસિત થશે.

આ બંને સબવેની કુલ લંબાઈ 3 કિલોમીટર કરતા વધુ હશે. આ બંને રાહદારી વેસ્ટિબ્યુલ્સ અથવા સબવે માટે ડીપીઆર તૈયાર કરવા અમે ટૂંક સમયમાં એક એજન્સીની નિયુક્તી કરશું. આ જ એજન્સી બાંધકામના સમયે પ્રકલ્પ વ્યવસ્થાપન સલાહકાર તરીકે પણ કામ કરશે એમ એમએમઆરસીએલના સંચાલક આર. રમણાએ જણાવ્યું હતું.
વરલી ડેરીને ગ્રીન સિગ્નલ આ સંપૂર્ણ યોજનામાં એક મહત્વનો ભાગ વરલી ડેરીનો વિશાળ ભૂખંડ છે. આ ભૂખંડ હવે વ્યવસાયિક વપરાશ માટે ખુલ્લો મૂકવામાં આવશે એવા સંકેત સરકારી સ્તરેથી મળ્યા છે. અધિકારીઓના જણાવ્યું અનુસાર રાજ્ય શહેરી વિકાસ વિભાગ ડેવલપમેંટ કન્ટ્રોલ એન્ડ પ્રમોશનલ રેગ્યુલેશન્સમાં (ડીસીપીઆર) જરૂરી ફેરફાર કરવામાં આવશે. વરલી ડેરી પ્લોટનું આરક્ષણ વ્યવસાયિક વપરાશ માટે બદલવામાં આવશે. આ એરિયા માટે એમએમઆરડીએને નિયોજન પ્રાધિકરણ તરીકે પહેલાં જ નિયુક્ત કરવામાં આવ્યું છે. તેથી આ જગ્યાના પુનર્વિકાસનું કામ ઝડપી થશે એવી અપેક્ષા છે.
For more details… Contact 9322529232 / 9324483455
