મૂળા ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પરંતુ ખાવા-પીવાની 2 વસ્તુઓ એવી છે જેની સાથે મૂળા ખાવા અથવા મૂળા ખાધા પછી આ વસ્તુઓ ખાવી શરીર માટે જોખમી બની જાય છે. આ વસ્તુઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
શિયાળામાં મૂળા સૌથી વધુ ખવાતા હોય છે. મૂળા ખાવા ઘણા લોકોને પસંદ હોય છે. મૂળા ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરને પણ ફાયદા કરે છે. મૂળા પોષક તત્વ અને પાણીથી ભરપૂર હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. મૂળા ખાવાથી કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે. મૂળામાં રહેલું ફાઇબર, વજન કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ બધા ફાયદાની સાથે એ વાત જાણવી પણ જરૂરી છે કે મૂળા કઈ વસ્તુઓ સાથે ખાવા નહીં. કેટલીક વસ્તુઓ એવી છે જેને મૂળા સાથે ખાવાથી આડઅસર થઈ શકે છે.
મૂળાનું નિયમિત રીતે સીમિત માત્રામાં સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. જેમકે મૂળા ફાઇબરથી ભરપૂર હોય છે તેને ભોજન સાથે ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જેના કારણે ઓવર ઇટિંગની આદત પર કંટ્રોલ રહે છે. પરંતુ મૂળા ખાતા હોય ત્યારે કે મૂળા ખાધા પછી કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું. આ વસ્તુઓ સાથે મૂળા સાથે ખાવાથી મૂળા પેટમાં જઈ ઝેર જેવી અસર કરે છે.
કઈ વસ્તુ સાથે મૂળા ન ખાવા ?

હેલ્થ એક્સપર્ટ અનુસાર મૂળાની સાથે કે મૂળા ખાધા પછી દૂધ કે દહીંનું સેવન બિલકુલ ન કરવું. મૂળા દૂધ અને દહીં સાથે સૌથી ખરાબ કોમ્બિનેશન ગણાય છે. તેનાથી પાચન પર ખરાબ અસર પડે છે. કારણ કે દહીં દૂધ અને મૂળા અલગ અલગ તાસીરની વસ્તુઓ છે જેને એક સાથે ખાવાથી શરીરમાં અસંતુલન વધી જાય છે.
દહીં અને મૂળા એક સાથે ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી શકે છે. તેવી જ રીતે મૂળા ખાધા પછી દૂધ પીવાથી પણ તબિયત બગડી શકે છે. તેથી મૂળા ખાતા હોય ત્યારે દહીં કે દૂધનો ઉપયોગ કરવો નહીં અને મૂળા ખાધા પછી પણ દહીં અને દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ સિવાય કેટલીક મેડિકલ કન્ડિશનમાં પણ મૂળા ખાવા પરેશાનીનું કારણ બની શકે છે. જેમકે ઉધરસ, શરદી, માથાનો દુખાવો માઈગ્રેન કે અસ્થમા હોય તેવા લોકોએ મૂળા ખાવામાં સાવધાની રાખવી જોઈએ. આ સમસ્યાઓમાં મૂળા ખાવા નહીં અને ખાવા પણ હોય તો સીમિત માત્રામાં ખાવા. મૂળાનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ પણ લઈ લેવી જેથી પાચન સંબંધિત સમસ્યા ન થાય.

For more details… Contact 9322529232 / 9324483455
