દશા શ્રીમાળી સ્થા. જૈન વિસાવદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવતી ધારશીભાઇ કાપડિયાના પુત્ર સ્વ. બિપીનભાઇની ધર્મપત્ની નયનાબેન (ઉ. વ. ૬૯) તા. ૨૩-૧૧-૨૫ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ઋષભ, આભા અને ડોલીના માતુશ્રી. મિલ્કાના દાદી. પિયરપક્ષે સ્વ. લીલાવતી પુરુષોત્તમ રૂપાણીની પુત્રી. સ્વ.પંકજભાઇ, સરલાબેન, અરુણાબેન, સ્વ. દેવીબેન, પ્રવીણાબેન, સ્વ. શોભનાબેન, સ્વ. સુરેખાબેન, કલ્પનાબેનના ભાભી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭-૧૧-૨૫ના સવારના ૧૦થી ૧૨. ઠે. પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
કાંડાગરાના માતુશ્રી લક્ષ્મીબેન રાઘવજી છેડા (ઉ. વ. ૮૪) તા. ૨૪-૧૧-૨૫ના અવસાન પામેલ છે. પાનબાઈ ખીમજીના પુત્રવધૂ. શ્રી રાઘવજીના પત્ની. જીતેન્દ્ર, લીના, નિલેશના માતુશ્રી. ડેપા તેજબાઈ ગગુભાઈ ના સુપુત્રી. ચુનિલાલ, દેવચંદ, પ્રભા, ઝવેર, જયાના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ.: નીલેશ છેડા, ૬/૧૬, ગલીયા કોટવાલા એસ્ટેટ, આર. સી. માર્ગ, ચેમ્બુર, મુંબઈ-૭૪.
સાભરાઈના ભારતી હંસરાજ ગડા (ઉ. વ. ૫૬) તા. ૨૩-૧૧-૨૫ના અવસાન પામેલ છે. કેશરબાઈ કુંવરજીના પુત્રવધૂ. સ્વ. હંસરાજના પત્ની. કોમલ, તન્વીના માતુશ્રી. દેઢીયાના લક્ષ્મીબેન કુંવરજીના પુત્રી. સુરેશ, નારણપુર અમૃત હીરાલાલ, ઉનડોઠ ગીતા ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. તન્વી ગડા, સી-૭૦૩, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી.
જાળીલા નિવાસી ઘાટકોપર હાલ કાંદિવલી, સ્વ.કમળાબેન જગજીવનદાસ ડેલીવાળાના સુપુત્ર સ્વ. પ્રતાપરાય (ઉ. વ. ૮૯) તે સ્વ.મંજુલાબેનના પતિ તા. ૨૪/૧૧/૨૫ના સોમવાર અરિહંતશરણ પામેલ છે. સ્વ. હસમુખરાય, સ્વ. મુગટલાલ, સ્વ. હર્ષદરાય, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, સ્વ. સરોજ વાડીલાલ શાહ, અનસુયા જયસુખલાલ દોશીના ભાઈ. સ્વ. સાંકળીબેન મોહનલાલ રતનશી ટો ળીયાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૭/૧૧/૨૫ના ૧૦ થી ૧૨. સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી પશ્ચિમ.
કચ્છી વિશા ઓશવાળ જૈન નરેડીના કિચાંશ સન્ની નાગડા (ઉં. વ. ૧) તા. ૨૩-૧૧-૨૫ના અવસાન પામેલ છે. હીના રમણીકના પૌત્ર. શીતલ સન્નીના સુપુત્ર. સિકરાના સુનીતા રસીકલાલ ગાંધીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. રમણીક નાગડા, રૂમ નં. ૨૪, ૧લે માળે, જેમ્સ હાઉસ, ડીસોઝાવાડી, વાગલે ઇસ્ટેટ, થાણે.
For more details… Contact 9322529232 / 9324483455
