યોગી હિલ, કોલોની વિસ્તાર, વીણાનગર, ગોવર્ધનનગર, એસ.એલ. રોડ, આંબેડકર રોડ તેમજ ઈસ્ટમાં ૯૦ ફૂટ રોડ, ગુપ્તેવાડી અને દેશમુખવાડી જેવા વિસ્તારોના રહેવાસીઓ વાંદરાઓથી વધતી જતી ચિંતાનો સામનો કરી રહ્યા છે. વાંદરાઓ અરાજકતા ફેલાવીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો દાવો સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિકોના મતે નજીકના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના માનવામાં આવતા વાંદરાઓ વધુને વધુ ખૂંખાર બન્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રહેવાસીઓને મામલો પોતાના હાથમાં લેવાની ફરજ પડી છે.

કેટલાક રહેવાસીઓએ વાંદરાઓને બહાર રાખવા માટે ગ્રીલ અને જાળી લગાવી છે જ્યારે કેટલાક લોકો તેમને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરે છે. આ મામલે ફોરેસ્ટ વિભાગે વાંદરા રહેઠાણ વિસ્તારમાં ન આવે એ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવી માગણી સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. નજીકના વિસ્તારોમાં આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી મોટી સંખ્યામાં વાંદરાઓ ખોરાકની શોધમાં બહાર આવતા હોય છે. અમુક લોકો તેમને ખોરાક આપતા હોવાથી દિવસે દિવસે વધારે વાંદરાઓ ખોરાકની શોધમાં બહાર આવે છે. તેઓ રહેઠાણ વિસ્તારમાં નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ મુદ્દાને સ્વીકારતા ફોરેસ્ટ વિભાગના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે રહેવાસીઓ વાંદરાઓને ખોરાક આપવાનું બંધ કરે એ જરૂરી છે. કારણ કે એ બાબત એમને આ વિસ્તારમાં આવતા આકર્ષે છે. એક વાર એમને ખોરાક મળતો બંધ થઈ જશે એટલે આપમેળે આવવાના બંધ થઈ જશે.
For more details… Contact 9322529232 / 9324483455
