મધ્ય રેલવેથી પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેથી 12 ડબ્બાની લોકલ પર તાણ આવી રહ્યો છે. અત્યારે સીએસએમટીથી ડોંબિવલી, કલ્યાણ દરમિયાન 15 ડબ્બાની લોકલની ફેરી દોડે છે. આગામી સમયમાં સીએસએમટીથી કર્જત, કસારા દરમિયાન 15 ડબ્બાની લોકલ દોડે એવા ચિહ્ન છે. એના માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવી, પાયાભૂત કામ હાથમાં લેવામાં આવ્યા છે.
ડિસેમ્બર 2025 સુધી 27 રેલવે સ્ટેશનના વિસ્તરણના કામ પૂરા કરવાનું મધ્ય રેલવેનું લક્ષ્ય છે. મધ્ય રેલવેમાં દરરોજ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. 15 ડબ્બા લોકલની વધુ ફેરી શરૂ કરવાની માગણી જોર પકડી રહી છે. આજની તારીખે સીએસએમટીથી કલ્યાણ દરમિયાન 15 ડબ્બાની લોકલની લગભગ 22 ફેરી ચલાવવામાં આવે છે. કલ્યાણ-કસારા, કલ્યાણ-ખપોલી દરમિયાન ઓછી લંબાઈના પ્લેટફોર્મ, 15 ડબ્બા લોકલ માટે સિગ્નલ યંત્રણાના અધુરા કામ, લોકલની દેખભાળ અને રિપેરીંગ કરતી મર્યાદિત પિટ લાઈન અને સ્ટેબલિંગ લાઈન જેવા કારણોસર 15 ડબ્બા લોકલનું સ્વપ્ન હજી અધુરું રહ્યું છે.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર મુંબઈ મહાનગરના 34 રેલવે સ્ટેશનના વિસ્તરણનું કામ ચાલુ છે. 27 સ્ટેશનના વિસ્તરણનું કામ ડિસેમ્બરના અંત સુધી પૂરું થાય એવી અપેક્ષા છે. એના લીધે 15 ડબ્બા લોકલ તબક્કાવાર શરૂ થશે. એક લોકલને ત્રણ ડબ્બા જોડવાથી વહનક્ષમતા વધશે. પ્લેટફોર્મનું વિસ્તરણ થતા હોય એવા સ્ટેશનની યાદીમાં શહાડ, આંબિવલી, ટિટવાલા, વાસિંદ, આસનગાવ, આટગાવ, તાનશેત, કસારા, વિઠ્ઠલવાડી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, શેલુ, ભિવપુરી, કર્જત, ખપોલી, પળસદરી, મુંબ્રા, કોપર, કલવા, ઠાકુર્લી તથા અન્ય સ્ટેશનનો સમાવેશ છે.
લોકલમાં ગિરદીનો ભાર વધવાથી 12ના બદલે 15 ડબ્બાની લોકલ ચલાવીને પ્રવાસીઓની ગિરદી વિભાજિત કરવામાં આવે એવી સૂચના પ્રવાસીઓ તરફથી કરવામાં આવી છે. અત્યારે મધ્ય રેલવેમાં 1 હજાર 810 લોકલ ફેરી ચલાવવામાં આવે છે. પાયાભૂત સુવિધાના અભાવે લોકલની ફેરીઓમાં વધારો કરવો શક્ય નથી. તેથી કલ્યાણ-કર્જત, કસારા દરમિયાન પાયાભૂત સુવિધાઓ વધારીને પહેલા તબક્કામાં 12 ડબ્બાવાળી 10 લોકલને 15 ડબ્બા લોકલમાં રૂપાંતરિત કરવામાં આવશે. એ પછી તબક્કાવાર 15 ડબ્બાની લોકલની સંખ્યા વધારવામાં આવશે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગના 34 રેલવે સ્ટેશનના પ્લેટફોર્મને લાંબા કરવાનું કામ ચાલુ છે એવી માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ નીલાએ આપી હતી.
15 ડબ્બા પ્રકલ્પ રખડવાનું કારણ 15 ડબ્બા લોકલનો પ્રકલ્પ રખડી પડવાનું કારણ એ કે અત્યારે 15 ડબ્બાની ફક્ત બે રેક જ છે. આ લોકલ કુર્લા કારશેડ અને કલ્યાણની માલગાડીના યાર્ડમાં ઊભી રહે છે. તેમ જ સીએસએમટી ખાતે સ્ટેબલિંગ લાઈન છે. એના સિવાય અન્ય ઠેકાણે લોકલ ઊભી કરવા જગ્યા ઉપલબ્ધ નથી. સીએસએમટીના પ્લેટફોર્મ નંબર 7 સિવાય અન્ય કોઈ પણ પ્લેટફોર્મ પર લોકલ લઈ જવી અથવા છૂટવી સુરક્ષાની દષ્ટિએ જોખમકારક છે. 15 ડબ્બા લોકલને પ્લેટફોર્મ પર બે વખત ઊભી રાખવી સુરક્ષાના કારણોસર યોગ્ય નથી. તેમ જ એના લીધે લોકલનું ટાઈમટેબલ પણ ખોરવાશે.

For more details… Contact 9322529232 / 9324483455
