શિયાળામાં દિવસની શરુઆત એવી વસ્તુથી કરવી હોય કે જે શરીરને ગરમી પણ આપે અને જરૂરી એનર્જી પણ આપે તો રોજ સવારે આ 5 ડ્રાયફ્રુટ ખાવાનું શરુ કરો. આ 5 ડ્રાયફ્રુટને પાણીમાં પલાળીને ખાવાથી શરીરને અદ્ભુત લાભ થાય છે.
શિયાળામાં વાતાવરણ તો મનમોહન થઈ જાય છે પરંતુ આ સમયે શરીરને સ્વસ્થ રાખવા માટે વધારે મહેનત કરવી પડે છે. ખાસ તો ખાવા પીવામાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જે શરીરને અંદરથી ગરમ રાખે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાયટમાં એવા પદાર્થનો સમાવેશ કરવો જોઈએ જેની તાસીર ગરમ હોય. આજે તમને એવા 5 ડ્રાયફ્રૂટ્સ વિશે જણાવીએ જેની તાસીર ગરમ છે અને શિયાળા દરમિયાન જો તમે તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરો છો તો તે શરીરને ગરમી આપવાનું કામ બખૂબી કરશે.
બદામ
વિટામીન ઈ અને પોષક તત્વોથી ભરપૂર બદામ સૌથી લોકપ્રિય ડ્રાયફ્રુટ છે. શિયાળામાં બદામ ખાવી બેસ્ટ ગણાય છે. બદામની તાસીર ગરમ હોય છે. બદામ ખાવાથી હાર્ટ અને મગજ બંને હેલ્થી રહે છે. પલાળીને બદામ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. શિયાળામાં ડાયટમાં બદામનો સમાવેશ કરવો જોઈએ.

બદામ
વિટામીન ઈ અને પોષક તત્વોથી ભરપૂર બદામ સૌથી લોકપ્રિય ડ્રાયફ્રુટ છે. શિયાળામાં બદામ ખાવી બેસ્ટ ગણાય છે. બદામની તાસીર ગરમ હોય છે. બદામ ખાવાથી હાર્ટ અને મગજ બંને હેલ્થી રહે છે. પલાળીને બદામ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. શિયાળામાં ડાયટમાં બદામનો સમાવેશ કરવો જોઈએ.
અંજીર
અંજીર ફાઇબરનું પાવર હાઉસ ગણાય છે. અંજીરની તાસીર ગરમ છે શિયાળામાં તેને ખાવાથી શરીરને ગરમી મળે છે અને કબજિયાતથી પણ રાહત મળે છે. અંજીરમાં પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકા માટે અને બ્લડપ્રેશર માટે બેસ્ટ ગણાય છે. અંજીરમાં એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ કરે છે અને બીમારી સામે સુરક્ષા આપે છે
કિસમિસ
કિસમિસ શરીર માટે ફાયદાકારક છે આયરનથી ભરપૂર કિસમિસ હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ કરે છે. ઓક્સિજન અને વિટામિન સી હોય છે જે ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરવામાં મદદ કરે છે

ખજૂર
ખજૂરનો ઉપયોગ શિયાળામાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. ખજૂર એવી વસ્તુ છે જે શરીરને તુરંત એનર્જી પણ આપે છે અને ગરમ પણ રાખે છે. ખજૂર આયરન, ફાઇબરથી ભરપૂર હોય છે જે રક્તની ખામીને દૂર કરે છે અને પાચન સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખજૂરની તાસીર ગરમ હોય છે તેને ખાવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
For more details… Contact 9322529232 / 9324483455
