છેતરામણી રોકાણ યોજનામાં ઉચ્ચ વળતરોની લાલચ આપીને રૂ. 1.44 કરોડની ઠગાઈ થાણેના નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડોક્ટર મિત્ર સાથે કરવામાં આવી છે. બે વર્ષમાં થયેલી આ છેતરપિંડી પ્રકરણે મહારાષ્ટ્રના પુણે અને ગોવાના બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ થાણે જિલ્લાના કલ્યાણના રહેવાસી 67 વર્ષીય નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડોક્ટર મિત્રને શેર ટ્રેડિંગમાં સંકળાયેલી કંપનીઓમાં મોટી રકમનાં રોકાણ સામે અસાધારણ ઉચ્ચ વળતરો મળશે એવનું વચન આપ્યું હતું.આરોપીએ આરંભમાં પીડિતોનો વિશ્વાસ જીતવા રોકાણ સામે નાની રકમનાં વળતરો આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ ધીમે ધીમે ચુકવણી સાવ બંધ કરી દીધી હતી.
પીડિતોએ તેમની મૂળ રકમ પાછી માગી ત્યારે આરોપીએ ટાળમટોળ કરવાનું શરૂ કર્યું અને આખરે કોલ લેવાનું બંધ કરી દીધું, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.આ પછી પીડિતોએ પોલીસમાં જાણ કરી હતી. તેમની ફરિયાદને આધારે પોલીસે 21 નવેમ્બરથી ઊંડાણથી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

પોલીસ નાણાંનું પગેરું મેળવવા માટે આરોપીઓના બેન્ક વ્યવહારો, રોકાણના દસ્તાવેજો અને સંદેશવ્યવહારની નોંધની તપાસ કરી રહી છે અને આ જ મોડસ ઓપરેન્ડીથી વધુ લોકોને ફસાવવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.પોલીસે બે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 34 (સમાન હેતુ) હઅને મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
For more details… Contact 9322529232 / 9324483455
