જૂની ઈમારતોમાં રહેતા ભાડૂતોને રિડેવલપમેન્ટ ઈમારતોમાં મળતા વધારાના ક્ષેત્રફળના ફલેટ માટે કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન ફી ભરવામાંથી મુક્તિ ની જાહેરાત રાજ્યના મહેસૂલમંત્રી ચંદ્રશેખર બાવન કુળેએ કરી હતી.
મુંબઈમાં વસતાં હજારોની સંખ્યામાં ભાડૂતોને આનો લાભ મળશે. અત્યાર સુધી રિડેવલપમેન્ટ બાદ ફક્ત ૪૦૦ ચો. ફૂટ ક્ષેત્રફળ ધરાવતા ફલેટ માટે રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી હતી. પરંતુ નવા નિર્ણય મુજબ આ મર્યાદા વધારીને ૬૦૦ ચો. ફૂટ ક્ષેત્રફળ કરવામાં આવ્યો છે. એટલે કે ૨૦૦ ચો. ફૂટના વધારા પછી પણ સરકાર રજીસ્ટ્રેશન ફી વસુલ કરશે નહીં.

આ બધા વધારાના વિસ્તારના હવે જૂની જગ્યાના બદલામાં મળેલા વધારાના ક્ષેત્રફળને હવે જૂની જગ્યાના બદલામાં મળેલા ક્ષેત્રફળ તરીકે ગણવામાં આવશે અને તેનું મૂલ્યાંકન નજીવા દરે નક્કી કરવામાં આવશે. આનાથી પુનર્વિકાસ પ્રોજેક્ટસની આર્થિક સધ્ધરતા વધશે. આથી મુંબઈમાં ઘણા વર્ષોથી અટકેલા કલસ્ટર પ્રોજેક્ટસ માટે માર્ગ મોકળો થશે. આનો ફાયદો ૪૦૦૦ ચો. મીટર અને ૫૦,૦૦૦ ચો.મી. સુધીના પ્રોજેક્ટને થશે.

આ નિર્ણયથી આટલા મોટા કલસ્ટર પ્રોજેક્ટમાં સ્ટેમ્પ ડયુટીમાં લગભગ રૃ.૪.૩૬ કરોડની સીધી બચત થશે.
For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga