પ્રભુ પૂજ્ય છે તો પ્રભુ સંબંધિત બધું જ પૂજ્ય છે. જે પાષાણ માંથી પ્રભુ મૂર્તિ બને એ શીલાનું સૌપ્રથમ પૂજન થાય. પ્રભુ મૂર્તિનું પૂજન થાય તો પ્રભુના મંદિરનુંય પૂજન થાય રે.. જ્યાં પ્રભુ બેસવાના- ભવ્ય મંદિર બનવાનું હોય એ ધરતીનું પણ ભૂમિ પૂજન થાય.ભૂમિ દેવતાને પ્રસન્ન કરી પછી જ કામ કરાય તો એ મંદિર યાવતચંદ્ર બને. ઘરમાંય જેની સાથે જીવવાના એને જો પ્રસન્ન કરતા આવડી જાય તો સંસાર સ્વર્ગ બની જાય.

હજારો યુવાનો ભાઈ- બહેનો જેની ભક્તિના કસુંબલ રંગે રંગાઈ બે દિવસથી સતત નાચતા ઝૂમતા ને ગીતો ગાતા રહ્યા એ ભારતભરમાં સદીઓ પછી સૌપ્રથમવાર નિર્માણ પામી રહેલા લાખો ભક્તોના આસ્થા કેન્દ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ના સર્વતોભદ્ર ચતુર્મુખ 52 જિનાલય નું આજે વહેલી સવારે શુભ- મંગલ શુકન સાથે ભૂમિગ્રહણ- ભૂમિશુદ્ધિને ક્ષેત્રપાલ હવન પૂજન થયું ત્યારે પ્રેરક શ્રધ્ધેય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા માર્ગદર્શક વિદ્વદ્વર્ય પૂ.આ.શ્રી ભાગ્યયશસૂરીજીમ .આ. હ્રીંકારયશસૂ. મ. ને સાધુ સાધ્વીજીની નિશ્રામાં જૈન કરોડપતિઓ ભીના બની ભક્તિમાં જોડાઈ ગયા હતા શુધ્ધ શાસ્ત્રોક્ત વિધિ- વિધાનને અત્યંત શ્રેષ્ઠ મુહુર્તમાં આ પ્રસંગ થયો હતો.ને પૂજ્ય ગુરુદેવ શ્રી ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી ભવ્યયશ સૂ. મ. ની ખાર જૈન સંઘમાં ચાતુર્માસની જૈન બોલાવવામાં આવી હતી.
