લોકમાન્ય બાલગંગાધર તિલકનો સાર્વજનિક ગણેશોત્સવ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ સાધ્ય કરવાની દષ્ટિએ ગિરગાવના નાનામોટા 86 સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને એક મંચ પર લાવવામાં ગિરગાવ સમિતિને સફળતા મળી છે. આ 86માંથી ચુનિંદા 8 સાર્વજનિક ગણેશોત્સવ મંડળના માધ્યમથી ગણેશોત્સવમાં ભાવિકોને અષ્ટવિનાયક ભાવયાત્રા કરાવવાનો સંકલ્પ ગિરગાવ ગણેશોત્સવ સમિતિએ કર્યો છે.
આઠ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના મંડપના સ્થળે લેણ્યાદ્રી, મોરગાવ, યેઉર, ઓઝર, મહાડ, પાલી, સિદ્ધટેક અને રાંજણગાવ ખાતેના ગણપતિ મંદિરની પ્રતિકૃતી સાકારવામાં આવી રહી છે.
અષ્ટવિનાયક ભાવયાત્રાના માધ્યમથી ભાવિકો ગિરગાવની પ્રદક્ષિણા કરશે. બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરવા સમાજમાં એકતાની જરૂર હતી. સમાજ એક થાય એ માટે લોકમાન્ય બાલગંગાધર તિલકે પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવનો પાયો નાખ્યો. એ પછી ગિરગાવની કેશવજી નાયક ચાલમાં મુંબઈમાં પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ શરૂ થયો. ગણેશોત્સવના માધ્યમથી સ્વતંત્રતા ચળવળમાં સક્રિય લોકોના ભાષણો, સભા, કીર્તન વગેરે શરૂ થયા.

કેશવજી નાયક ચાલ પછી ગિરગાવના વિવિધ ફળીયા, ચાલીઓમાં સાર્વજનિક ગણેશોત્સવ શરૂ થયો અને એમાંથી જાગૃતિ ચળવળ શરૂ થઈ. ગિરગાવ છોડી ગયેલા ચાલીઓના અનેક રહેવાસીઓ ખાસ ગણેશોત્સવમાં અહીં આવે છે. આજની તારીખે ગિરગાવમાં નાનામોટા 86 સાર્વજનિક ગણેશોત્સવ મંડળો કાર્યરત છે. દરેક મંડળનો સ્વતંત્ર કારભાર ચાલે છે.
આ તમામ ગણેશોત્સવ મંડળો એક જ મંચ પર આવે, એકતા નિર્માણ થાય એ દષ્ટિએ ગિરગાવના કાર્યકર્તા ગણેશ લિંગાયતે ગિરગાવ સાર્વજનિક સમિતિની સ્થાપના કરી. આ સમિતિમાં ગિરગાવના નામચીન લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 86 મંડળો એક છત્ર નીચે એકતાથી ગણેશોત્સવ ઉજવે એ માટે સમિતિએ પ્રયત્ન કર્યા અને એમાં સફળતા મળી છે.
ઉપરાંત સમિતિએ ભાવિકોને અષ્ટવિનાયક ભાવયાત્રા કરાવવાની સંકલ્પના રજૂ કરી. ગિરગાવના કેટલાક જાણીતા અને સામાજિક જાગૃતિમાં અગ્રણી મંડળોના મંડપ સ્થળે અષ્ટવિનાયકનું એક એક મંદિર ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગિરગાવના મોટા ગણેશોત્સવ મંડળોએ આ સંકલ્પનાને ટેકો જાહેર કર્યો છે.
અહીં થશે અષ્ટવિનાયક દર્શન : મુંબઈમાં કાયમીસ્વરૂપે પર્યાવરણસ્નેહી ગણપતિ મૂર્તિ ઘડતા કુડાળદેશકર નિવાસ સાર્વજનિક ગણેશોત્સવ મંડળથી અષ્ટવિનાયક યાત્રાની શરૂઆત થશે. આ મંડળના મંડપના સ્થળે પુણે જિલ્લાના લેણ્યાદ્રી ખાતેના ગિરીજાત્મજા મંદિરની પ્રતિકૃતિ સાકારવામાં આવી રહી છે.

એ સાથે જ ગિરગાવના ખાડીલકર રોડ પર મુંબઈની પ્રથમ લાલ માટીની ગણપતિ મૂર્તિ ઘડનારા દાદા મહારાજ સાતારકર ચાલમાં પુણે જિલ્લાના યેઉર ખાતેના ચિંતામણીના, ઓવળવાડી સાર્વજનિક ઉત્સવ સમિતિએ પુણે જિલ્લાના વિધ્નેશ્વરાના, આગળ ઠાકુરદ્વાર ખાતેની ભીમરાવ વાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રાયગડ જિલ્લાના મહાડ ખાતેના વરદ વિનાયકના, ધોબી વાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રાયગડ જિલ્લાના પાલી ખાતેના બલ્લાળેશ્વરના, મુંબઈની દ્વિતિય સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ઓળખ ધરાવતા જિતેકર વાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે અહમદનગર જિલ્લાના સિદ્ધટેક ખાતેના સિદ્ધિવિનાયકના, સી.પી. ટેંક પરિસરના ગિરગાવ ટપાલ કાર્યાલય નજીકના આનંદ મિત્ર મંડળે પુણે જિલ્લાના રાંજણગાવ ખાતેના મહાગણપતિના તો વી. પી. રોડનો રાજાની ઓળખ ધરાવતા અખિલ ખોતાચી વાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે પુણે જિલ્લાના મોરગાવના મયુરેશ્વરના મંદિરની પ્રતિકૃતિ સાકારવાનો નિર્ણય લીધો છે.
અષ્ટવિનાયકના મંદિરોની પ્રતિકૃતિ સંબંધિત મંડપના સ્થળે ઊભા કરવાની શરૂઆત થઈ ચૂકી છે.
અનેક જણ કેટલાક કારણોસર ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ સ્થાપેલા ગણપતિના દર્શન કરી શકતા નથી. આવા ભાવિકોને આ ગણેશોત્સવ મંડળનો નૈવેદ્ય મળે એ માટે ગિરગાવ ગણેશોત્સવ સમિતિ તરફથી આ વર્ષે એક ઉપક્રમ ચલાવવામાં આવશે. આ ઉપક્રમ દ્વારા ભાવિકો ઘેરબેઠા ઓનલાઈન પદ્ધતિથી નૈવેદ્ય મગાવી શકશે.

For more details… Contact 9322529232 / 9324483455
