મુલુંડ (વે)માં પાંચ રસ્તા નજીકના ન્યુ લાલન બિલ્ડીંગમાં રહેતા અને કપડાંની દુકાનમાં નોકરી કરતા ગુજરાતી શખ્સ અક્ષય સાવલા (૩૮)ના ખાલી ઘરમાંથી ૧૫ ઓગસ્ટના દિવસે રોકડ અને દાગીના સહિત આશરે રૂા.આઠ લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુલુન્ડ પોલીસ અનુસાર ગાર્મેન્ટ્સની દુકાનમાં નોકરી કરતા અક્ષયના માતા-પિતાનું અવસાન થયું છે અને તે અપરિણીત હોવાથી નજીકના મામાના ઘરે રહેતો હતો અને ન્યુ લાલન બિલ્ડીંગની રૂમ બંધ રાખી હતી પરંતુ તે દરરોજ ત્યાં એક વાર જતો રહેતો હતો.

અક્ષયએ માતા-પિતાની છેલ્લી યાદ રૂપેના સોનાની ચેન, બંગડી, વીંટી ઈત્યાદિ તેમજ રૂા. ૪૮ હજારની રોકડ રકમ સોફામાં રાખી હતી પરંતુ કોઈ તસ્કર આ રકમ ચોરી ગયો હોવાની ફરિયાદ તેણે નોંધાવી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાનું પોલીસનું માનવું છે. મુલુન્ડમાં છેલ્લાં ૧૫ દિવસમાં ચાર બંધ ઘરોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની રકમ ચોરાઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
