મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનનું 76 ટકા ખોદકામ પૂરું થયું છે. અત્યાર સુધી 14.2 લાખ ક્યૂબમીટર માટીનું ખોદકામ પૂરું થયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના મુંબઈ સ્થિત સ્ટેશનના કામનું નિરીક્ષણ કર્યું હતું. બીકેસી સહિત મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
જાપાનની બુલેટ ટ્રેન પ્રમાણે દેશમાં પ્રથમ મુંબઈ-અમદાવાદ દરમિયાન 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ અત્યારે ચાલી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ કરે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગરહવેલીમાં બુલેટ ટ્રેનના કામ ચાલુ છે. આ રૂટનું મુખ્ય આકર્ષણ એટલે 21 કિલોમીટર લાંબુ બીકેસીથી શીળફાટા બોગદું છે. સમુદ્રની નીચે અને અંડરગ્રાઉન્ડ બોગદાના કામ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. બીકેસીથી શીળફાટા દરમિયાન 21 કિલોમીટર લાંબા બોગદામાંથી થાણે ખાડીમાં 7 કિલોમીટર લાંબુ દેશનું પ્રથમ સમુદ્રની નીચે બોગદું તૈયાર થઈ રહ્યું છે.
બુલેટ ટ્રેન માટે ખોદવામાં આવતું આ બોગદુ અપ અને ડાઉન એમ બંને રૂટ માટે એક જ રહેશે. સી-2 પેકેજમાં બોગદા નજીક 37 ઠેકાણે 39 ઉપકરણોના ઊંડાણની નિર્મિતી કરી છે. બોગદા માટે 13.1 કિલોમીટર વ્યાસના કટર હેડ ટીબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બોગદાના 21 કિલોમીટરમાંથી 16 કિમી ભાગ માટે ત્રણ ટનલ બોરીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકીના 5 કિલોમીટર ભાગ માટે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ બોગદુ જમીનથી લગભગ 25 થી 65 મીટર ઊંડાઈએ છે.
એમાં સૌથી વધુ ઊંડાણવાળો ભાગ શિળફાટા નજીક પારસિક ડુંગરની નીચે જમીનથી 114 મીટર નીચે હશે એવી માહિતી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ આપી હતી.
કુલ 12 સ્ટેશન
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 12 સ્ટેશન હશે જેમાંથી 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે. આ 12 સ્ટેશનમાં બીકેસી, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ છે. બુલેટ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ કલાકના 320 કિલોમીટર હશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર 2 કલાક 7 મિનિટમાં પૂરું કરશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
