ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટે વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહન હાંસલ કર્યું છે. હાલમાં ચાલી રહેલાં સર્વેક્ષણે અગાઉના વર્ષ 2007-08માં ધારાવીના રહેણાંક અને કોમર્શિયલ માળખાના નકશા અને દસ્તાવેજીકરણ માટે કરવામાં આવેલા સર્વેક્ષણના આંકને વટાવી દીધો છે.અને હાલમાં 63,000થી વધુ ટેનામેન્ટ્સનો સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને હજુ કામગીરી ચાલી રહી છે.
હાલમાં કરવામાં આવી રહેલો સર્વે અગાઉના આશરે 60,000 ગ્રાઉન્ડ-ફ્લોર ટેનામેન્ટ્સના બેન્ચમાર્કથી ઘણો આગળ વધી ગયો છે. સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)માર્ગદર્શિકા હેઠળ, ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર ટેનામેન્ટ્સને જ મફત આવાસ માટે લાયક ગણાય છે.”અમારા સર્વેએ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક સીમાચિહ્ન પાર કર્યું છે, આ રીડેવલપમેન્ટ સ્કીમ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર ટેનામેન્ટ્સ સુધી મર્યાદિત નથી પણ ઉપરના માળના માળખાને પણ આવરી લે છે. તે દર્શાવે છે કે સરકાર બધા માટે આવાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધતા છે.

ધારાવીમાં કોઈ રહી જશે નહીં,” ધારાવી રીડેવલપમેન્ટપ્રોજેકટ-DRP સીઇઓ, એસવીઆરશ્રીનિવાસએ જણાવ્યું હતું.નવીનતમ સર્વેક્ષણના આંકડા અનુસાર, 95,000 થી વધુ ટેનામેન્ટ માટે લેન તપાસ પૂર્ણ કરવામાં આવી છે, 89,000 થી વધુ ટેનામેન્ટ્સને નંબર આપવામાં આવ્યા છે, અને 63,000 થી વધુ ટેનામેન્ટ માટે ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. અગાઉના સર્વેક્ષણ કરતા જુદુ એ છે કે, હાલના સર્વેક્ષણમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળના માળખા, હાલની SRA ઇમારતો, RLDA જમીન પર ઝૂંપડપટ્ટીવાસીઓ, તેમજ તમામ ધાર્મિક માળખાઓનો સમાવેશ થાય છે.
સર્વેક્ષણ હવે છેલ્લા તબક્કામાં
“અમે અહીં મોટી સંખ્યામાં કામહીરી બાદ અને અમે સર્વેક્ષણના છેલ્લા તબક્કામાં પ્રવેશી ગયા છીએ. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ધારાવીકર રીડેવલપમેન્ટ-પુનર્વિકાસના પક્ષમાં છે અને સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. તેમ છતાં, અમે દરેકને વહેલી તકે તેમાં ભાગ લેવા વિનંતી કરીએ છીએ ,જેથી પુનર્વિકાસના આગામી તબક્કા શરૂ થઈ શકે. જે રહેવાસીઓ સર્વેક્ષણ ચૂકી ગયા છે તેઓએ ઝડપથી સ્વયંસેવક તરીકે જોડાવા જોઈએ. અમે એવા ટેનામેન્ટ્સની ફરી મુલાકાત નહીં લઈએ જેમના રહેવાસીઓએ આ કામગીરીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે અથવા તે માટે વારંવાર વિનંતીઓ અને સર્વેક્ષણના પ્રયાસો છતાં તેમના દસ્તાવેજો આપ્યા નથી,” તેમ શ્રીનિવાસે ઉમેર્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
