
વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાને એક મહિનો વીતી ગયો છતાં મહાપાલિકાના 585 કર્મચારીઓ મૂળ કામ પર પાછા ફર્યા નથી. સંબંધિત મહાપાલિકા કર્મચારીઓ ચૂંટણીની આર્થિક બાબતનો અહેવાલ તૈયાર કરવાના કામમાં વ્યસ્ત છે. આ કામ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં આ બધા કર્મચારીઓ મૂળ કામ પર ફરીથી રજૂ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા મુંબઈ મહાપાલિકાના લગભગ 82 હજાર કામદારો, કર્મચારીઓની ચૂંટણીની ફરજ માટે નિમણુક કરવામાં આવી હતી. મહાપાલિકાના વિવિધ વિભાગના હજારો કર્મચારીઓ ચૂંટણીના કામ માટે ગયા હતા. પરિણામે મહાપાલિકામાં ઓછા મનુષ્યબળના લીધે કામો વિલંબથી થઈ રહ્યા હતા. તેમ જ કાર્યરત કર્મચારીઓ પર કામનો સખત તાણ પડતો હતો. દરમિયાન 23 નવેમ્બરના વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અનેક કામદારોને ચૂંટણીના કામમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે પરિણામ બાદ પણ અનેક કામ પૂરા કરવા કર્મચારીઓ ચૂંટણી કામની ફરજ પર તૈનાત છે. ચૂંટણીના પરિણામ જાહેર થયાને એક મહિનો વીતી ગયો છે. હજી પણ મહાપાલિકાના 585 કર્મચારીઓ મહાપાલિકાની મૂળ સેવામાં હાજર થયા નથી. ચૂંટણી પ્રક્રિયાની આર્થિક બાબતનો અહેવાલ તૈયાર કરવાનું કામ સંબંધિત કર્મચારીઓ કરી રહ્યા છે. આર્થિક બાબતનો અહેવાલ તૈયાર કરવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. તેથી મહાપાલિકાના કર્મચારીઓ આગામી અઠવાડિયે મહાપાલિકાના પોતાના મૂળ કામ પર ફરીથી હાજર થશે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
