નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઇના ભાંડુપ વિસ્તારના એક ઘરમાંથી રૃા. ૫૦ કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે. તેમ જ રાયગઢના ઔદ્યોગિક વિસ્તારમાં મેફેડ્રોન બનાવવાની લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં બે ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. એક આરોપી અગાઉ જામીન પર બહાર આવીને ફરી નશીલા પદાર્થનું વેચાણ કરતો હોવાનું તપાસમાં માલૂમ પડયું છે.
એનસીબીના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે શનિવારે ભાંડુપ વિસ્તારમાં એક ઘર પર દરોડો પાડયો હતો. ત્યાંથી તેમને ૪૬.૮ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આ મામલામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપીના ઘરે પ્લાસ્ટિકના કન્ટેનરમાં મેફેડ્રોન છુપાવીને રાખવામાં આવ્યું હતું.

આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ માદક દ્રવ્ય રાયગઢના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ગુપ્ત પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યું હોવાની જાણ થઇ હતી.
ત્યારબાદ એનસીબીની ટીમે આ લેબોરેટરી પર છાપો માર્યો હતો. અને મેફેડ્રોન બનાવવા માટે વપરાતા રસાયણો મોટી પાત્રામાં જપ્ત કર્યા હતા. એનસીબીની ટીમે આ લેબોરેટરી સીલ કરી દીધી હતી.
ડ્રગ્સના એક સપ્લાયર સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક હેઠળ અગાઉ બે કેસ નોંધાયેલા છે તે હાલમાં જામીન પર બહાર હતો અને મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ સિન્ડિકેટમાં સામેલ હતો. આરોપીઓ મેફેડ્રોન કોને વેચતા હતા એની તપાસ હાથધરવામાં આવી છે. તેમની સામે આ રેકેટમાં સંડોવાયેલા આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં અગાઉ પણ અનેક વખત ઔદ્યોગિક વિસ્તારમાં મેફેડ્રોન બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
