મુંબઈ મહાપાલિકા (બીએમસી)એ આગામી મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં લઈને તૈયાર કરાયેલી મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી સામે મળેલા 7,000થી વધુ સૂચનો અને આક્ષેપોની વિગતવાર સમીક્ષા કરી. એડિશનલ કમિશનર અશ્વિની જોશીએ અધિકારીઓને તમામ સૂચનો અને અરજીઓની ઘરે ઘરે જઈને ચકાસણી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા. પરંતુ, સૌથી મોટું પડકાર એ છે કે, યાદીમાં 4.33 લાખ જેટલા મતદારોના નામ ડુપ્લિકેટ રીતે દાખલ થયેલા દેખાયા છે. એ કારણે વોર્ડ કચેરીઓમાં બેઠાં બેઠાં પહેલેથી જ ડેટાની પ્રક્રિયા પૂર્ણ કરી પછી જમીન સ્તરે ચકાસણી કરવા ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શિકા આપી છે.

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન એએમસીએ અધિકારીઓને સૂચનો– આક્ષેપોની શારીરિક ચકાસણીને પ્રાથમિકતા આપવા કહ્યું. પરંતુ ડુપ્લિકેટ મતદારોના નામ કાઢવાના મામલે, પ્રથમ ઓફિસ લેવલે ઈપીઆઈસી નંબર, ઉંમર, સરનામું અને અન્ય વિગતો સ્ક્રિનિંગ ટૂલ દ્વારા ચકાસીને, બાદમાં જ ફિલ્ડ વિઝિટ કરવા સૂચના આપવામાં આવી છે. કારણ કે ડુપ્લિકેટ નામોની સંખ્યા અત્યંત મોટી છે, જ્યારે સૂચનો–આક્ષેપો તુલનાત્મક રીતે ઓછા છે, અને સહેલાઈથી ચકાસી શકાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
