શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘ-ઘાટકોપરમાં રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની ૩૫મી દીક્ષા જયંતીના અવસરનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ઘાટકોપરના સમસ્ત શ્રી સ્થાનકવાસી જૈન સંઘની ઉપસ્થિતિમાં શુભેચ્છા વંદનાની અર્પણતા કરવામાં આવશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની ૩૫મી દીક્ષા જયંતી
નિમિત્તે ઘાટકોપરના શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘના આંગણે શુભેચ્છા અભિવંદનાનો કાર્યક્રમ આજે સવારે ૯ વાગ્યે યોજાશે.

પરમ ગુરુદેવને દીક્ષા જયંતી શુભેચ્છા વંદના અર્પણ કરવા પૂજનીય સંયમી આત્માઓ, ઘાટકોપરના શ્રી સમસ્ત સંઘો, ભાવિકો, મહિલા મંડળ આદિ ચતુર્વિધ સંઘ ઉપસ્થિત રહેશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
