મહારાષ્ટ્રના જાહેર પરિવહન ક્ષેત્રમાં મંગળવારે એક નવા અધ્યાયની શરૂઆત થઈ, જ્યારે મુંબઈના વિધાન ભવન ખાતે રાજમાતા જિજાઉ સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવી, જે રાજ્યના પરિવહન તંત્રમાં આધુનિકતા અને પરંપરાનો અનોખો સમન્વય દર્શાવે છે.
ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહી અને સાંસ્કૃતિક માહોલમાં યોજાયો હતો, જેમાં ઢોલ-તાશાના નાદ અને પરંપરાગત કાર્યક્રમો દ્વારા મહારાષ્ટ્રની સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરાયું. આ પ્રસંગે ઉપમુખ્યદમંત્રીઓ એકનાથ શિંદે અને સુનેત્રા પવાર સહિત પરિવહન, પર્યાવરણ અને શિક્ષણ મંત્રીઓ, વિધાનસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બસ સેવાને રાજમાતા જીજાબાઈના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે તેમના નેતૃત્વ, સંસ્કાર અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પહેલનો હેતુ માત્ર આધુનિક પરિવહન સુવિધા પૂરી પાડવાનો જ નહીં, પરંતુ મુસાફરોમાં ઈતિહાસ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પણ જગાવવાનો છે.
સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતા: રાજ્ય સરકારે તબક્કાવાર રીતે આશરે 3,000 આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ બસો શરૂ કરવાની યોજના બનાવી છે. આ બસો સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરવામાં આવી છે. રાજમાતા જિજાઉ સેવા રાજ્યની લોકપ્રિય બસ સેવાઓ જેમ કે શિવનેરી, શિવશાહી, શિવાઈ, હિરકણી અને યશવંતી સાથે જોડાશે. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ફડણવીસ અને અન્ય મહાનુભાવોએ નવી બસમાં પ્રતિકાત્મક સફર કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
