ઘાટકોપર સ્થિત પામ વ્યુ સોસાયટીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે કોન્ગ્રેસના ગુજરાતી સેલના વાઇસ-પ્રેસિડન્ટ કમલેશ કપાસીના ફ્લેટનાં અને કબાટનાં તોળાં તોડીને ચોરો ૩,૬૧,૦૦૦ રૂપિયાનાં સોના-ચાંદી અને હીરાનાં ઘરેણાં અને રોકડ રકમ ચોરી જતાં આ વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
લૂંટની માહિતી આપતાં ૬૪ વર્ષના કમલેશ કપાસીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે બે વાગ્યે મારી પત્ની મીતા પર્સનલ કામસર ઘરની બહાર ગઈ હતી, ત્યાર બાદ મારો દીકરો પ્રતીક ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજાનાં લોક તૂટેલાં જોઈને તેને ફાળ પડી હતી. તેણે તરત જ મને અને પોલીસને જાણ કરી હતી. અમે પહોંચ્યા ત્યારે ફ્લેટમાંનાં બધાં કબાટ ખુલ્લાં હતાં અને એમાંનો સામાન વેરવિખેર પડ્યો હતો.

તપાસ કરતાં ખબર પડી કે કબાટમાંથી ૧,૮૦,૦૦૦ રૂપિયાની બે સોનાની ૧૦ ગ્રામની ચેઈન, ૧,૩૦,૦૦૦ રૂપિયાની બે ડાયમન્ડની વીંટી, ૯૦,૦૦૦ રૂપિયાની સોનાની ૮ ગ્રામની વીંટી, ૧૮,૦૦૦ રૂપિયાના સોનાના ત્રણ સિક્કા અને ૧૫,૦૦૦ રૂપિયા રોકડા કોઈ ચોરી ગયું છે. અમે તરત જ તિલકનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
તિલકનગર પોલીસે કહ્યું હતું કે ‘અમે ફિંગરપ્રિન્ટ-કમલેશ કપાસીના ઘરમાં ખુલ્લાં પડેલાં કબાટ અને વેરવિખેર પડેલો સામાન. એક્સપર્ટને બોલાવીને આસપાસના CCTV કેમેરાના ફુટેજ પરથી ચોરને શોધી રહ્યા છીએ. કમલેશ કપાસીના ઘરમાંથી એક અજાણ્યા માણસનું શર્ટ અમને મળ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
