ઉલ્હાસનગરના મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની પહેલ પર પાલિકા વિસ્તારમાંથી ૧૮ બોગસ ડોક્ટરો પ્રકાશમાં આવતા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્હાસનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૨૬ બોગસ ડોક્ટરોની યાદી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્હાસનગર મહાપાલિકાના વિસ્તારમાં કુલ ૨૬ ડોક્ટરોની યાદી થાણે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉલ્હાસનગર મહાનગરપાલિકાને પૂરી પાડવામાં આવી હતી. તે મુજબ, ઉલ્હાસનગર મહાનગરપાલિકાએ આવા ડોક્ટરોની તપાસ શરુ કરી હતી. આ અંતર્ગત મહાનગરપાલિકા કમિશનરે બનાવટી દસ્તાવેજો ધરાવતા ડોક્ટરો સામે ચકાસણી કરીને કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
તદનુસાર ઉલ્હાસનગર મહાનગરપાલિકાના મેડિકલ હેલ્થ વિભાગ દ્વારા મેડિકલ હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ચકાસણી હાથ ધરી હતી. તે સમયે શહેરના ઘણા ડોક્ટરો તબીબી લાઈસન્સ વિના અને ગેરલાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકા વહીવટીતંત્રે માહિતી આપી છે કે આવા બોગસ ડોક્ટરોના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ બનવાટી દસ્તાવેજો મળી આવતા કુલ ૧૮ ડોક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

તે મુજબ, પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકા વહીવટીતંત્રે આ ડોક્ટરોની યાદી પણ જાહેર કરી છે. નાગરિકોને આવા ગેરકાયદે ડોક્ટરો પાસેથી સારવાર ન લેવા અને શંકાસ્પદ તબીબી સારવારની તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કાયદેસર તબીબી વ્યવસાય કરતાં ડોક્ટરોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ જરુરી લાઈસન્સ કિલનિકસમાં રાખે અન્યથા તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાને મળેલી યાદી મુજબ, કુલ ૨૬ માંથી ૧૮ બોગસ ડોક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બાકીના ૦૮ ડોક્ટરોમાંથી ૦૩ મહારાષ્ટ્ર આરોગ્ય પરિષદમાં નોંધાયેલા છે. જ્યારે ૦૪ ડોક્ટરોના કિલનિકનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના ક્લિનિક બંધ હતા. આ કેસમાં એક ડોક્ટર સામે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
