September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

દાદરની ફૂલ બજારનો 200 કરોડનો બિઝનેસ

ગણેશોત્સવના  આરંભ સાથે જ દાદરની મોટામાં મોટી ફૂલ બજારમાં એટલી  પ્રચંડ ભીડ  સર્જાવા માંડી છે કે સ્ટેશન નજીકની ગલીઓમાં વાહન પસાર થઇ શકતા નથી એટલું જ નહીં સામાન્ય રાહદારીઓ માટે પણ ચાલવાનું મુશ્કેલ બની ગયું છે. રંગબેરંગી ફૂલોથી  રીતસર  ફૂલ બજારમાં દસ દિવસના ઉત્સવ દરમ્યાન ૨૦૦ કરોડના ફૂલનો વકરો થશે એવું અનુમાન છે.

દાદરની ફૂલ માર્કેટમાં ગુલાબ, ગલગોટા અને જૂઇ સહિતના જાતજાતના ફૂલો ખરીદવા માટે લોકો ઉમટવા માંડયા હતા. ગણેશોત્સવની  પૂર્વસંધ્યાએ તો ફૂલો  કેળના પાન, દુર્વા અને પૂજા માટેની સામગ્રી ખરીદવા માટેની ભીડ ચરમસીમાએ પહોંચી હતી.

દાદર પશ્ચિમની આ ફૂલ બજારમાં દરરોજ લગભગ ૧૫૦ ટ્રક અને ૧૫૦ ટેમ્પો ભરીને ફૂલ આવે છે. આમ રોજ ૩૦૦ ગાડી ભરીને આવેલા ફૂલ માર્કેટમાં ઠલવાય છે. આ જોતા દસ દિવસ દરમ્યાન ત્રણ હજાર ગાડીઓ આવશે. આમ દસ દિવસ દરમ્યાન તાજા  ફૂલની ભારે માંગ રહેવાની છે.

પુણે જિલ્લામાંથી અને સાતારા, સાંગલી, નાસિકથી મોટા પ્રમાણમાં ફૂલો આવે છે. ગણેશોત્સવમાં ફૂલોનું વધુમાં વધુ  વેચાણ થાય છે. એક હજાર મહિલા પૂજાના ફૂલ-પાન-ફળનું વેચાણ કરે છે દાદરની ફૂલ બજારના બહોળા કારોબાર વિશે જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે.

– ફલાવર માર્કેટમાં ૬૫૦ દુકાનો છે.

– દસ દિવસમાં એક દુકાનમાંથી લગભગ દસ લાખની કિંમતના ફૂલોનું વેચાણ થાય છે.

– દરરોજ એકંદર ૨૦ કરોડનો વકરો થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.

–  રોજ ૧ હજાર મહિલાઓ પૂજા માટેના ફૂલ-પાન-ફળનું વેચાણ કરે છે.

–  થાણે જિલ્લાની અનેક મહિલાઓ આંબાની ડાળો, બેલ અને દુર્વા સહિતની  સામગ્રી વેંચવા  આવે છે.

–  ઘણી મહિલાઓ તો રેલવેના પુલ પર પણ ફૂલની ઢગલીઓ કરી વેંચે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us