થાણેમાં અંડરવર્લ્ડ સાથે સાઠગાંઠ કરીને બિલ્ડરો દ્વારા અનધિકૃત રીતે નિર્માણ કરવામાં આવેલી 17 ઈમારતોને તોડી પાડવાના મુંબઈ હાઈ કોર્ટના વચગાળાના આદેશની પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન (એસપીએલ) સુપ્રીમ કોર્ટે મંગળવારે રદબાતલ કરી હતી.
ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન અને ન્યાયાધીશ મનમોહનની બનેલી બેન્ચે કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે બિલ્ડરોએ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અને થર્ડ પાર્ટીની જમીનો પર આ ઇમારતો બનાવી હતી. આ બધી ઇમારતો તોડી પાડવા માટે હાઈ કોર્ટ દ્વારા 12 જૂનના આપવામાં આવેલા આદેશની પ્રશંસા પણ કરી હતી.
અરજદારની દલીલ એવી હતી કે આ 17 ઇમારતોમાં ઓછામાં ઓછા 400 પરિવારો રહે છે અને હવે તેઓ બેઘર થઈ ગયા છે. અરજદાર ઈમારતમાં એક ફ્લેટ ધરાવે છે. તેણે દાવો કર્યો કે તેના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
દલીલો સાંભળ્યા પછી મુંબઈ હાઇ કોર્ટે નિર્દેશ જારી કરીને મહાપાલિકાને આગળના કોઈ પણ આદેશની રાહ જોયા વિના અનધિકૃત ઈમારતો તોડી પાડવાની કાર્યવાહી કરવાની છૂટ આપી હતી.શરૂઆતમાં, ન્યાયાધીશ મનમોહને મૌખિક રીતે ટિપ્પણી કરી કે અરજદારને સાંભળવું જોઈએ નહીં. યોગ્ય નિર્ણય લેવા બદલ હાઈ કોર્ટનો આભાર

તમે કોઈ થર્ડ પાર્ટીની જમીન પર અતિક્રમણ નહીં કરી શકો. અહીં કાયદાનું કોઈ શાસન નથી અને આ અંડરવર્લ્ડ સાથ સાઠગાંઠ ધરાવતી વ્યક્તિઓનંવ કામ છે. હું આ ફરીથી જોઈશ, એક ઉમદા માણસને સામે લાવવાની સારી રણનીતિ પણ આ બધા પાછળ અંડરવર્લ્ડનો હાથ છે.
હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું કે અમે 24 જાન્યુઆરી, 2025ના મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી તેમ જ થાણે મહાપાલિકાના મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના સ્વરૂપ પર વિચાર કર્યો છે, જે નોંધે છે કે અરજદાર દ્વારા વર્ણવ્યા મુજબ અંડરવર્લ્ડ સાથે જોડાયેલી વ્યક્તિઓ દ્વારા આવા બાંધકામ હાથ ધરવામાં આવ્યા છે.
નહિતર આખા મુંબઈ પર અતિક્રમણ થશે ન્યાયાધીશ મનમોહને કહ્યું, આઘાતજનક છે કે, કેટલાક લોકોમાં આ કોર્ટમાં આવવાની હિંમત છે! હાઈ કોર્ટને ધન્યવાદ, એક વાર માટે, હાઈ કોર્ટ જાગી ગઈ છે અને કાયદાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તમે આવી કેટલી ઇમારતો બનાવી છે?
કૃપા કરીને જાઓ, જ્યાં સુધી તમે આ બેઈમાન બિલ્ડરો સામે કોઈ કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી આ વલણ ચાલુ રહેશે. લોકો તમારા ખભાનો ઉપયોગ કરીને ગોરિલા લડાઈ કરતા રહેશે, તે બંધ થવું જોઈએ.
આગળ ટિપ્પણી કરતા ન્યાયાધીશ મનમોહને કહ્યું, આખા મુંબઈ પર અતિક્રમણ થઈ જશે, બસ એટલું જ કરવાનું બાકી છે, કૃપા કરીને તમારા શહેર માટે લાગણી રાખો, નહીં તો બધું અતિક્રમણ થઈ જશે. મુંબઈ હાઈ કોર્ટે ખૂબ જ હિંમતવાન વલણ અપનાવ્યું છે.

થાણે મહાપાલિકાને પણ ફટકાર અમે અરજદારની સ્થિતિ સમજી શકીએ છીએ, જે એક મહિલા અને એક વરિષ્ઠ નાગરિક હોવા છતાં, એકલા હાથે આવા જમીન માફિયા અને આટલા મોટા ગેરકાયદેસર બાંધકામનો સામનો કરી શકી ન હોત.
સરકાર અને મહાપાલિકાના અધિકારીઓના આશીર્વાદ વિના આવું બાંધકામ થઈ શક્યું ન હોત. એ પણ આઘાતજનક છે કે જે વ્યક્તિઓએ મોટા પાયે આવા બાંધકામો કર્યા છે તેઓ મોટી રકમ ખર્ચી શકે છે અને અંતે આવા બાંધકામમાં ફ્લેટ કે ટેનામેન્ટ ખરીદવા માટે નિર્દોષોને છેતરી શકે છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગેરકાયદેસર બાંધકામોની વાત આવે ત્યારે કાયદાનું કોઈ શાસન છે કે નહીં તે માનવું મુશ્કેલ બનશે અને શું થાણે મહાપાલિકા તેના પગ નીચે અને તેના અધિકારીઓના આશીર્વાદ હેઠળ શું થઈ રહ્યું છે તે અંગે જાગૃત છે કે નહીં.

