પ્રભાદેવી સ્થિત મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરેવર્ષે ૨૦૨૪-૨૦૨૫માં ૧૩૩ કરોડ રૃપિયાની રેકોર્ડ આવક નોંધાવી હતી, જે ગયા નાણાકીય વર્ષ કરતાં ૧૫ટકા વધુ છે. આ આવક વર્ષ માટે અંદાજવામાં આવેલા ૧૧૪ કરોડ રૃપિયા કરતાં વધુ હતી. આ સિવાય મંદિર ટ્રસ્ટે ૮માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર સરકારી હોસ્પિટલોમાં જન્મેલી છોકરીઓ માટે *શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી* યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજનામાં બાળકી માટે માતાના બેંક ખાતામાં રૃ. ૧૦,૦૦૦ ફિક્સ્ડ ડિપોઝિટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
૩૧ માર્ચે સદાનંદ સરવણકરની અઘ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના વાષક અહેવાલ અને વર્ષ૨૦૨૫-૨૦૨૬ના બજેટની રજૂઆત દરમિયાન કન્યાઓ માટેની યોજના અને આગામી વર્ષ માટેની નાણાકીય યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રસ્ટ ૨૦૨૫-૨૬માં ૧૫૪ કરોડ રૃપિયાની આવકની અપેક્ષા રાખે છે.

ટ્રસ્ટે જણાવ્યું હતું કે કન્યા યોજનાની જાહેરાત વધુ માતા-પિતાને કન્યાને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવા, તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવા અને કન્યાઓના સશક્તિકરણ માટે પ્રયાસો કરવા માટે કરવામાં આવી હતી, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ નીતિમાં યોગદાન આપવું જોઈએ.
મંદિર ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિએ કન્યાઓ માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં યોજના માટેના માપદંડો જાહેર કરવામાં આવશે, એમ ટ્રસ્ટે જણાવ્યું હતું

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
