ગોરેગાવમાં સાયબર ફ્રોડસ્ટરોએ આરટીઓ ચલાનના નામે બનાવટી મોબાઈલ એપ્લિકેશન મોકલીને એક વેપારીનો મોબાઈલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રુ. દસ લાખની ઉચાપત કરી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોરેગાંવ સ્થિત કેમિકલના વેપારી દીપક દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ તેમના બેંક ખાતામાંથી ત્રણ અનધિકૃત વ્યવહારો કરવામાં આવ્યા હતા. જો કે, આટલી મોટી રકમના વ્યહારો થયા છતાં બેંક તફરથી કોઈ મેસેજ પીડીતને મળ્યો ન હતો.
ઘટના મુજબ, ૧૬ ડિસેમ્બરના રોજ દીપકને વોટ્સએપ પર આરટીઓ ચલાન એપીકે નામની ફાઈલ મળી આવી હતી. જે કથિત રીતે આરટીઓના નામે મેસેજ કરવામાં આવ્યો હતો.

તેથી આ સત્તાવાર મેસેજ હોવાનું માનીને વેપારીએ આ ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ જ સમયે સાયબર ફ્રોડસ્ટરોએ પીડીતનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો અને તેની બેંકિગ એપ્લિકેશન ચલાવીને પૈસાની ઉચાપત કરીને પૈસાને અજાણ્યા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
આ ઘટનાના ઘણા દિવસો બાદ પીડીતે પોતાના ફોનમાં વાયરસ રિમુવર એપ્લિકેશનનો ઉપયોગ કર્યો, ત્યારે મોબાઈલ ફોનમાં સ્પાયવેર (વાયરસ) ની હાજરી પ્રકાશમાં આવી હતી. જેથી પોતાનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાદ પીડીતે તરત જ બાંગુર નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
