દાદર, સીએસએમટી અને બાન્દરા પછી મુંબઈમાં ચોથુ ટર્મિનસ તૈયાર થઈ રહ્યું છે. શહેરના પશ્ચિમ ભાગમાં સ્થિત જોગેશ્વરી રેલવે સ્ટેશનમાં આ ચોથા ટર્મિનસનું કામ ચાલુ છે. ટર્મિનસનું કામ પૂરું થવાની તારીખ ત્રણ વખત ઠેલવામાં આવી છે. હવે એના માટે મુંબઈગરાએ 2027 સુધી રાહ જોવી પડશે. આ ટર્મિનસની ડીઝાઈનમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અપગ્રેડેશનના લીધે એક વર્ષનો વિલંબ થશે.
જોગેશ્વરી ટર્મિનસના પહેલા તબક્કાની શરૂઆત ડિસેમ્બર 2025માં થવાની હતી. એ પછી જૂન 2026 સુધી આગળ ઠેલવામાં આવ્યું. હવે આ કામ માટે એક વર્ષ હજી રાહ જોવી પડશે. બાન્દરા, દાદર અને મુંબઈ સેંટ્રલ જેવા મુખ્ય ટર્મિનસ પર અત્યારે મોટા પ્રમાણમાં ગિરદી થાય છે. તેથી આ નવા ટર્મિનસની મદદથી ગિરદીનું વિભાજન કરવાનું કામ કરવામાં આવશે.આ ટર્મિનસમાં પહેલાં ત્રણ પ્લેટફોર્મ તૈયાર કરવાના હતા. પણ હવે પ્રવાસીઓ માટે આ પ્લેટફોર્મની પહોળાઈ વધારીને વધુ એક નવું પ્લેટફોર્મ બાંધવામાં આવશે એવી માહિતી રેલવેના વ્યવસ્થાપક પંકજ સિંહે આપી છે. તેમ જ આ ટર્મિનસ પર વંદે ભારત એક્સપ્રેસ માટે પણ કોચિંગ ડેપો તૈયાર કરવામાં આવશે.

2027 સુધી આ કામ પૂરું થશે એમ તેમણે જણાવ્યું હતું. આ ટર્મિનસમાં પહેલાં જે ત્રણ પ્લેટફોર્મ બાંધવાના હતા જે દરેકની પહોળાઈ 600 મીટર હતી. હવે આ પ્લેટફોર્મ્સની પહોળાઈ વધારવામાં આવી છે. એ સાથે જ ચોથુ પ્લેટફોર્મ પણ બાંધવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મ નંબર 4 હોમ પ્લેટફોર્મ હશે. રેલવે, મેટ્રો, રસ્તા માર્ગે જોડાણ: મુંબઈ ઉપનગરીય રેલવેના રામ મંદિર સ્ટેશન નજીક આ ટર્મિનસ બાંધવામાં આવી રહ્યું છે. તેમ જ મેટ્રો લાઈન 7ના જોગેશ્વરી મેટ્રો સ્ટેશનથી આ ફક્ત 250 મીટરના અંતરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
