એકધાર્યા વરસાદને કારણે મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં પાણી પુરવઠો કરતાં સાત જળાશયમાંથી વિહાર જળાશય પણ સોમવારે બપોરે 2.45 વાગ્યે છલકાઈ ગયું, જેને કારણે હવે મુંબઈગરાને આખું વર્ષ પાણીકાપની સમસ્યાનો સામનો નહીં કરવો પડશે. ખાસ કરીને આગામી તહેવારના દિવસોમાં પણ પાણીની અછતનો સામનો નહીં કરવો પડશે.આ વખતે ચોમાસામાં મુંબઈને પાણી પુરવઠો કરતાં સાતમાંથી છ જળાશય હમણાં સુધી છલકાઈ ગયાં છે. છેલ્લા થોડા દિવસોમાં જળાશય ક્ષેત્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયની પાણીની સપાટી ઝડપથી વધી રહી છે.સોમવારે બપોરે છલકાયેલા વિહાર જળાશયની મહત્તમ જળધારણ ક્ષમતા 2769.8 કરોડ લિટર છે.

આ જળાશય ગયા વર્ષે 25 જુલાઈ, 2024ના રોજ પરોઢિયે 3.50 કલાકે છલકાયું હતું, 2023માં 26 જુલાઈએ રાત્રે 12.48 વાગ્યે, 2022માં 11 ઓગસ્ટ અને 2021માં 18 જુલાઈએ છલકાઈ ગયું હતું.મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયમાં મહત્તમ પાણી સંગ્રહ ક્ષમતા આશરે 1,44,736.3 કરોડ લિટર છે. સોમવારે સવારે 6.00 વાગ્યા સુધી સર્વ સાત જળાશયમાં મળીને 1,31,964.0 કરોડ લિટર પાણી હતું, જે 91.18 ટકા છે.મુંબઈને તાનસામાંથી રોજ 45.5 કરોડ લિટર, મોડકસાગર (વૈતરણા)માંથી 45.5 કરોડ લિટર, મધ્ય વૈતરણામાંથી 45.5 કરોડ લિટર, ઉર્ધ્વ વૈતરણામાંથી 64.0 કરોડ લિટર, ભાતસામાંથી 202.0 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
