મુંબઈમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના અનુમાન મુજબ, શહેરમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. આ મહિના દરમિયાન મુંબઈમાં આ ચોથો હીટવેવ સ્પેલ નોંધાયો છે, જે મંગળવાર સવાર સુધી યથાવત રહેવાની સંભાવના છે.
ગયા અઠવાડિયામાં શહેરમાં તાપમાન સામાન્ય કરતા ઓછું હતું અને 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. જોકે, રવિવારે અચાનક વધારો જોવા મળ્યો અને તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. IMDના જણાવ્યા અનુસાર, સોમવાર અને મંગળવાર દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાને કારણે મુંબઈ તેમજ આસપાસના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

સોમવારે સવારે જ શહેરમાં સામાન્ય કરતા વધારે તાપમાન નોંધાતા, આઈએમડીએ મુંબઈ સાથે થાણે અને રાયગઢ જિલ્લામાં પણ હીટવેવ ચેતવણી જાહેર કરી છે. આઈએમડીએ સોમવારે ગરમીની તીવ્રતા જોતા બપોરે જ યલો એલર્ટને અપગ્રેડ કરીને હીટવેવનો સંકત આપ્યો હતો, હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહ દરમિયાન તાપમાન 36 ડીગ્રી સેલ્સિયસ અને તેની આસપાસ રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
