એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈઆડી)ની મુંબઈ ઝોનલ ઓફિસે દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ)ના બેંક છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ આશરે રૃ.૧૮૫.૮૪ કરોડ રૃપિયાની સ્થાવર અને જંગમ મિલકતોને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે ડીએચએફએલના કપિલ વાઘવા અને ધીરજ વાઘવા અને અન્ય આરોપીઓએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના ૧૭ બેંકોના કોન્સોર્ટિયમને છેતરવા ઘડેલાં કાવતરાં સંબંધિત પીએમએલએ કેસમાં આ કાર્યવાહી કરાઈ છે.
ઈડીએ ટૉચમાં લીધેલી સંપત્તિઓમાં ૧૫૪ ફલેટના રૃપમાં સ્થાવર સંપત્તિ અને મુંબઈ સ્થિત ૨૦ ફલેટની અન્ય માલમિલ્કતો સહિતની સંપત્તિનો સમાવેશ થાય છે.
સીબીઆઈ દ્વારા આઈપીસી ૧૮૬૦ અને પીસીએક્ટ ૧૯૮૮ની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધાયેલ એફઆઈઆરના આધારે ઈડીએ મેસર્સ ડીએચએફએલના કપિલ વાઘવા, ધીરજ વાઘવા અને અન્ય લોકો સામેો બેંક છેતરપિંડી અને બેંકોના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરવા બદલ તપાસ શરૃ કરી હતી.

ઈડીની તુપાસમાં જાણવા મળ્યું હતું કે ડીએચએફએલના કપિલ વાઘવા, ધીરજ વાઘવા અને અન્યો લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને અપ્રામાણિક રીતે ઉપરોક્ત બેંક પાસેથી લોન મેળવી હતી. ત્યારબાદ બેંક લોનના ભંડોળનો દુરૃપયોગ અને ઉચાપત કરી હતી. વધુમાં એવું બહાર આવ્યું હતું કે ૨૦૧૮-૧૯ દરમિયાન કપિલ અનેે ધીરજ વાઘવાએ ડીએચએફએલના શેરમાં છેતરપિંડીયુક્ત વેપાર માટે પ્રોક્સી કંપનીઓ અને આઈસીડીના માધ્યમથી ડીએચએફએલના ભંડોળની ઉચાપત માટે કાવતરૃં રચ્યું હતું. બ્રોકરો દ્વારા કરવામાં આવેલા આ સોદાઓ જાહેર લિસ્ટેડ ડીએચએફએલના સ્ટોકના શેરના ભાવ અને વોલ્યુમમાં ગોટાળા કરવા માટે પૂર્વ આયોજિત હતા.
આ પહેલાં ઈડીે ૭૦.૩૯ કરોડ રૃપિયાની સંપત્તિ માટે પ્રોવિજનલ એન્ચમેન્ટ ઓર્ડર પણ જારી કર્યા હતા. ઈડીએ ૩ એપ્રિલ ૨૦૨૫ના રોડ મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેની બીજી મે ૨૦૨૫નારોજ નોંધ લેવામાં આવી હતી. આ કેસમાં આજ સુધી કુલ ૨૫૬.૨૩ કરોડ રૃપિયાની મિલ્કત ટાંચમાં લેવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
