ઓપનર યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) આઇપીએલ 2023 (IPL 2023) માં ઈતિહાસ રચ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 13 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેનની આ સૌથી ઝડપી ફિફ્ટી છે. યશસ્વીએ પોતાની અડધી સદીની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કેએલ રાહુલ (KL Rahul)ના નામે હતો. રાહુલે 2018માં પંજાબ કિંગ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે પેટ કમિન્સે (Pat Cummins) 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં રમતા પચાસ રન પૂરા કર્યા હતા.
યશસ્વીએ પોતાના નામે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી
યશસ્વી જયસ્વાલ IPLના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા જયસ્વાલની ફર્સ્ટ ક્લાસ મેચોમાં બેવડી સદી છે. આ સિવાય તેણે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે, જ્યારે તેણે અંડર-19 વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી છે. જયસ્વાલે રણજી ટ્રોફી, ઈરાની કપ, દુલીપ ટ્રોફી, વિજય હજારે, ઈન્ડિયા એ અને આઈપીએલમાં સદી ફટકારી છે.
યશસ્વી આઇપીએલની 16મી આવૃત્તિમાં 500 રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં 500નો પ્રથમ આંકડો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ સ્પર્શ કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w