મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે. ભાજપ અને શિંદે જૂથમાં મુખ્ય પ્રધાનના પદને લઇને હૂંસાતૂંસી ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોવાથી અચાનક રજા પર ગયા છે એમ પણ કહેવાઇ રહ્યું છે. આવી ચર્ચાઓમાં દેવેન્દ્ર ફડણવીસ ભાવિ મુખ્ય પ્રધાન થશે એવા બેનર નાગપુરમાં લાગ્યા છે. એમાં નેતૃત્વ અને મુખ્ય પ્રધાનના ચહેરાને લઇને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચન્દ્રશેખર બાવનકુળે બંનેના નિવેદનમાં વિરોધાભાસ આવતાં નાના પાયાના કાર્યકર્તાઓ દ્વિધામાં મૂકાઇ ગયા છે.
આ બાબતે હાલમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચેના મતભેદો બહાર આવી રહ્યાં છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એક વાત તમને બધાને સ્પષ્ટપણે કહું છું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે. 2024ની ચૂંટણીમાં પણ તેઓ જ મુખ્ય પ્રધાન હશે. તેમના જ નેતૃત્વમાં અમારી સરકાર ચૂંટણી લડશે અને અમે જીતીને બતાવીશું. જો કે દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવનકુળેએ કોઇ બીજી જ ભૂમિકા બતાવી છે.
તેમણે કહ્યું કે નેતૃત્વ કોણ કરશે એનો નિર્ણય આજે લઇ શકાય એમ નથી. આનો નિર્ણય કેન્દ્રમાં બેઠેલાં અમારા વરિષ્ઠો દ્વારા લેવામાં આવે છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં જ 2024ની ચૂંટણી લઢાશે એવા દેવેન્દ્ર ફડણવીસના નિવેદન અંગે બાવનકુળેને પૂછતાં તેમણે કહ્યું કે આનો નિર્ણય આજે લઇ શકાય એમ નથી. આના માટે કેન્દ્રિય સંસદીય બોર્ડ દ્વારા નિર્ણય લેવાય છે. કોને સાંસદ અને વિધાનસભ્ય તરીકે ઉમેદવારી આપવાની છે, કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના છે આ તમામ નિર્ણયો કેન્દ્રિય સંસદીય બોર્ડ તરફથી લેવાય છે. આ નિર્ણય ચંન્દ્રશેખર બાવનકુળેના અધિકાર ક્ષેત્રમાં આવતાં નથી.
આ મુદ્દે દીપક કેસરકરે ચન્દ્રશેખર બાવનકુળે પર કટાક્ષ કર્યો હતો. કેસરકરે કહ્યું કે ચંદ્રશેખર બાવનકુળે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. એમણે પોતાના પક્ષની તરફેણમાં બોલવું જોઇએ. દેવેન્દ્ર ફડણવીસ આ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતાં. પક્ષે કહ્યું એટલે તેમણે નાયબ મુખ્ય પ્રધાનનું પદ મોટા મને સ્વીકારી લીધું હતું. એમનું મન સાચે જ બહુ મોટું છે. તેમણે આજે જાતે જાહેર કર્યું છે કે 2024ની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લઢવામાં આવશે. તેથી મને ખાત્રી છે કે બાવનકુળે અને દેવેન્દ્ર ફડણવીસમાં સાચે જ મોટો ફરક છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w