રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા અજિત પવાર ભાજપમાં જોડાવવાની અટકળોને નિરંતર વેગ મળી રહ્યો છે, ત્યારે આ મુદ્દે વિધાનસભામાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધતા અજિત પવારે કહ્યું હતું કે ભાજપમાં જોડાવવાની અટકળોને લઈ જે તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે, પણ એ ફક્ત અફવા છે.
આ મુદ્દે તેમણે કહ્યું હતું કે હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં છું અને એનસીપીમાં જ રહીશ. આ મુદ્દે ફોડ પાડવામાં આવ્યા પછી તમામ અટકળોનો અંત આવ્યો છે. જો ભાજપ (ભારતીય જનતા પક્ષ)માં જોડાયા હોત તો મહારાષ્ટ્રના રાજકારણનો આજે સૌથી મોટો દિવસ હોત, એવું રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું.
અજિત પવારે સત્તાવાર નિવેદન આપ્યા પહેલા પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. એટલું જ નહીં, તેમણે પક્ષના ચિહન અને લોગોને ટવીટર અને ફેસબુકના વોલપેપર પરથી હટાવી લેવામાં આવ્યા હતા, એટલું જ નહીં, તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને સુપ્રિયા સુળેની પુણેમાં આયોજિત એક રેલીમાં પણ ભાગ લીધો નહોતો.
ભાજપમાં જોડાવવાની વિવિધ અટકળોને લઈ મંગળવારે ફરી અજિત પવારે કહ્યું હતું કે હું ક્યાંય જવાનો નથી અને એનસીપીમાં છું અને એનસીપીમાં રહીશ, જે બધી વાતો ચાલી રહી છે એ અફવા છે. જે કોઈ સમાચાર વહેતા કરવામાં આવ્યા છે, તેમાં કોઈ તથ્ય નથી. હું કોઈ વિધાનસભ્યની સાથે બેઠક કરું કે પછી મારા કામકાજ માટે કોઈને મળું તો એનો અર્થ એ નથી કે તેનું કોઈ વિશેષ કારણ હશે.
આ પ્રકારના સમાચાર લોકોના મગજમાં ભ્રમ ફેલાવે છે. હું શરદ પવારના નેતૃત્વમાં એનસીપીમાં જ બધાની સાથે છું. મોંઘવારી, બેકારી સહિત અન્ય સમસ્યા વગેરે મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની ખબરો જાણી જોઈને ફેલાવે છે, એવું પવારે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે અજિત પવાર ભાજપમાં જોડાવવાની અટકળોને વેગ મળ્યા પછી ગઈકાલે શરદ પવારને પૂછવામાં આવ્યા પછી તેમણે કહ્યું હતું કે અજિત પવાર અત્યારે ચૂંટણી સંબંધિત કામકાજમાં વ્યસ્ત છે અને એ બધી વાતથી મીડિયા વાકેફ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w