ઉપનગરીય રેલવે માર્ગ પરના અકસ્માતો અને તેના થકી થતાં મૃત્યુ ટાળવા માટે પશ્ચિમ રેલવેએ ‘ઝીરો ડેથ મિશન’ હાથ ધર્યું છે. તે અંતર્ગત વેસ્ટર્ન રેલવેએ ૨૦૨૨-૨૩ના આર્થિક વર્ષમાં ૧૩ રાહદારી બ્રિજ, ૧૮ એસ્કેલેટર્સ અને ૧૫ લિફ્ટ પ્રવાસીઓને માટે ખુલ્લા મૂક્યા છે.
રેલવેમાં પ્રવાસ કરતી વેળાએ વિવિધ અકસ્માતમાં દરરોજ ૧૦ થી ૧૨ લોકોના જીવ જાય છે. તેમાં પાટા ઓળંગતાં થતાં અકસ્માતોની સંખ્યા વધુ છે. આથી પ્રવાસીઓએ કેટલીક મિનીટોનો સમય બચાવવા પાટા ન ઓળંગતાં બ્રિજ વાપરવો એવું આવાહન સતત રેલવે દ્વારા કરવામાં આવે છે, પણ ઘણાં પ્રવાસીઓ તેને જરાય દાદ દેતાં નથી.
આથી પશ્ચિમ રેલવેએ પ્રવાસી સુવિધાઓનો ઉમેરો કરતાં મુંબઈ સબર્બન રેલવે લાઈનમાં ૧૩ રાહદારી બ્રિજ ખુલ્લાં કરતાં કુલ બ્રિજની સંખ્યા ૧૪૬ થઈ છે. તેમજ આજ સમયગાળામાં ૧૮ એસ્કેલેટર્સ અને ૧૫ લિફ્ટ શરુ કરતાં અત્યારે વેસ્ટર્ન સબર્બન લાઈનમાં કુલ ૧૦૪ એસ્કેલેટર્સ અને ૪૯ લિફ્ટ છે. તે ઉપરાંત પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેનું અંતર ઘટાડવા પ્લેટફોર્મની ઊંચાઈ કેટલાંક સ્ટેશને વધારી. ૮.૬૯ કિમી લંબાઈની સુરક્ષા ભીંત બાંધી અને રેલવે લાઈનની બાજુના તેમજ રેલવેની હદ્દના ૧,૪૦૦થી વધુ અતિક્રમણો હટાવ્યાં હોવાની માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપી હતી.
વળી રેલવે સ્ટેશનમાં જનજાગૃતિ માટે વિવિધ સ્ટાર અભિનેતાઓની મદદ પણ વેસ્ટર્ન રેલવેએ લીધી હતી. તે ઉપરાંત વેસ્ટર્ન રેલવેની આરપીએફે મિશન યમરાજ નામની અનોખી અતિક્રમણ વિરોધી ઝુંબેશ પણ હાથ ધરી છે. જે હેઠળવર્ષભરમાં ૬,૬૦૦ જણ પર કાર્યવાહી કરી તેમની પાસેથી ૧૪.૫૪ લાખ રુપિયાનો દંડ રેલવેએ વસૂલ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w