મુખ્યપ્રધાન બનવાની કોની ઈચ્છા નથી હોતી. જોકે, અજિત પવાર દરેક રીતે અનુભવી છે. તેથી તેઓ મુખ્યપ્રધાન પદ માટે સક્ષમ છે. જો તેમણે તેમની ઈચ્છા વ્યક્ત કરી છે તો હું તેમને શુભેચ્છા પાઠવું છું, એવા શબ્દોમા શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે અહીં તેમની પ્રશંસા કરી હતી. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતા કહ્યું કે ભૂતકાળમાં અયોગ્ય લોકો તોડફોડ કરીને મુખ્યમંત્રી બન્યા છે.
ઉદ્ધવ ઠાકરે રવિવારે જલગાંવ આવી રહ્યા છે, રાઉત તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે રાત્રે જલગાંવ આવ્યા હતા, શનિવારે સવારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે મુખ્યપ્રધાન પદને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.આ પ્રસંગે ચીફ ઓફ કોમ્યુનિકેશન સંજય સાવંત હાજર હતા. તે સમયે તેઓ ખારઘરમાં અપ્પાસાહેબ ધર્માધિકારીની ઉજવણી દરમિયાન શ્રીખંડ-પુરી ખાવામાં વ્યસ્ત હતા, ‘શ્રી’ ભક્તો ગરમીથી ત્રસ્ત હતા અને મુખ્યપ્રધાન સહિતની જવાબદાર ટીમ એસીમાં બેસીને શ્રીખંડ-પુરી ખાઈ રહી હતી. તેવા ટોણા શિંદે સરકાર પર માર્યા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w