નિર્મલ લાઇફસ્ટાઇલના ધર્મેશ જૈન અને રાજીવ જૈનની મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે કથિત રીતે ઘર ખરીદનારાઓ સાથે આશરે ૧૧.૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ હોવાનું જાણવા મળ્યું હતું.
ઈઓડબ્લ્યુ દ્વારા ૨૦૨૨ના એપ્રિલમાં દાખલ કરાયેલા એફઆઇઆર સંબંધમાં ધર્મેશ જૈન અને રાજીવ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેમને સ્થાનિક કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રીજી મે સુધી પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે તેમની ધરપકડ કથિત રીતે લગભગ ૩૪ ઘર ખરીદનારાઓને ફ્લૅટ સોંપવામાં નિષ્ફળ રહ્યા હોવાથી કરી હોવાનું જણાઈ આવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w