રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ‘રામ’નું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં જ ફિલ્મમાં જોવા મળવાનો છે. અભિનેતાએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આધારિત ફિલ્મ ‘695’માંથી પોતાનો લુક શેર કર્યો છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ના દરેક પાત્રને ઘર-ઘરમાં ઓળખ મળી. આ સિરિયલમાં રામ અને સીતાના રોલમાં જોવા મળેલા એક્ટર અરુણ ગોવિલ અને એક્ટ્રેસ દીપિકા ચીખલિયાને દર્શકો ખરેખર ભગવાન રામ અને સીતા સમજી ગયા હતા. આ કલાકારોને આ રોલ કર્યાને ભલે વર્ષો વીતી ગયા, પરંતુ આજે પણ દર્શકોમાંનો વિશ્વાસ ઓછો થયો નથી. દર્શકો આજે પણ અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાની પૂજા કરે છે.
‘રામાયણ’ના ‘રામ’ તરીકે ઘર-ઘરમાં જાણીતો બનેલો એક્ટર અરુણ ગોવિલ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળવાનો છે. અરુણ ગોવિલે હાલમાં જ તેની આગામી ફિલ્મનો નવો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કલાકારો ટૂંક સમયમાં રામ મંદિર નિર્માણ પર બની રહેલી ફિલ્મ ‘695’માં જોવા મળશે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા લુકમાં અરુણ ગોવિલ કપાળ પર તિલક અને લાંબી સફેદ દાઢી અને મૂછ સાથે સાથે જોવા મળ્યો હતો. આ લુકમાં અભિનેતાને ઓળખવો ઘણો મુશ્કેલ છે. આ ફિલ્મમાં તે બાબા અભિરામ દાસના રોલમાં જોવા મળશે. અભિનેતાનો આ લુક સામે આવ્યા બાદ તેના ચાહકોની ખુશીનો પાર ન રહ્યો. દર્શકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
ફેન્સ અભિનંદન આપી રહ્યા છે
અરુણ ગોવિલના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ લોકો તેને ફિલ્મમાં કાસ્ટ કરવા બદલ અભિનંદન પણ આપી રહ્યા છે.
કોણ છે બાબા અભિરામ દાસ?
અરુણ ગોવિલ કહે છે, “રામમાં વિશ્વાસ રાખનાર દરેક ભારતીયને આ ફિલ્મ ગમશે”. અભિનેતાના કહેવા પ્રમાણે, રામ મંદિરના નિર્માણમાં બાબા અભિરામ દાસે ઘણું યોગદાન આપ્યું છે. તેમનું ચરિત્ર શાંતિના માર્ગ પર ચાલનાર વ્યક્તિ જેવું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w