રાજ્યના યાત્રાધામોમાં આજથી અક્ષિયા તૃતિયાના દિવસથી સફાઇ અભિયાન શરૂ થવાનું છે. યાત્રા ધામોનાં સ્થળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. આ માટે સરકારે સમગ્ર ભારતમાં એક પહેલ કરીને સ્વચ્છતાનું વિરાટ પગલું ભર્યું છે. માત્ર મંદિરો જ નહી પરંતુ મંદિરોને જોડતા રસ્તા અને પરિસરને પણ સ્વચ્છ રાખવા સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત આઠ તિર્થ સ્થળો પર 24×7 સફાઈ કરવા મા આવે છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરેથી આ અભિયાનમાં જોડાશે.
વિશેષ યાત્રાધામ સફાઈ કાર્યક્રમ
લોકોની જાગૃતિ અને ભારત સ્વચ્છ અભિયાનમાં જોડાવાની ગુજરાતની સર્વગ્રાહી પહેલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી કલ્પના ગુજરાતમાં સાકાર થશે. જેના ભાગરુપે રાજયમા આવેલા પવિત્ર યાત્રાધામની અક્ષય તૃતિયાના દિવસે એટલે આજથી વિશેષ યાત્રાધામ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામા આવવાનું છે. આજે રાજ્યના 24 જેટલા યાત્રાધામ પર મંત્રીઓ,ધારાસભ્ય અને સાંસદો આ સફાઈ કરીને ઝુંબેશમા જોડાનાર છે.
પાટીલ પહોંચશે અંબાજી
રાજ્યભરના પવિત્ર યાત્રાધામોની સફાઈને લઈને એક વિશેષ અભિયાન આ દિવસે ચલાવવામાં આવનાર છે. જેમાં સુરતના અંબાજી મંદિર ખાતે સી.આર પાટીલ , રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાન ખાતે મુખ્યમંત્રી. ઊંઝા ઉમિયા ધામ ખાતે ઋષિકેશ પટેલ તેમજ ડાંગના સબરીધામ ખાતે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સફાઈ અભિયાનનું નેતૃત્વ લેશે.
હર્ષ સંઘવી અમદાવાદમાં
જુનાગઢ અંબાજી મંદિર ખાતે રાઘવજીભાઈ પટેલ, મહેસાણાના બેચરાજી ખાતે બળવંતસિંહ રાજપુત દ્વારકાધીશ મંદિર ખાતે મૂળભાઈ બેરા.અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે બચુભાઈ ખાબડ અને સુરતના કામરેજ ખાતે ગાયપગલા મંદિર ખાતે મુકેશ પટેલ આ અભિયાનમાં જોડાશે.
આ ઉપરાંત શામળાજી ખાતે ભીખુ સિહજી પરમાર પાવાગઢ ખાતે જેઠાભાઈ ભરવાડ, ડાકોર ખાતે રમણ સોલંકી માતાના મઢ કચ્છ ખાતે વિનોદ ચાવડા સૂર્યમંદિર મોઢેરા ખાતે શારદાબેન પટેલ અને રમેશભાઈ કાગવડ ખોડલધામ ખાતે સફાઈ અભિયાનને વેગ આપશે. અત્રે નોધવુ જરુરી છે કે, ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ 2019મા ભારત સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આપવામા આવ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w