રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ બની છે. સૌકોઈની નજર સચિન પાયલટ અને અશોક ગેહલોત પર ટકેલી છે. રોજે રોજ કોઈને કોઈ મોટું અપડેટ આવતુ જ છે. ક્યારેક હાઈકમાન્ડ સચિન પાયલટ સામે પગલાં લેશે તો ક્યાંક આ સવાલો ઉઠવા લાગે છે કે, હાઈકમાન્ડ સચિન પાયલટ સામે પગલાં કેમ લેવા માગતું નથી? પરંતુ ન તો હાઈકમાન્ડ કે ન તો સ્થાનિક નેતાઓ સચિન પાયલટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે કારણ કે તેના ઘણા કારણો છે.
આ સ્થિતિમાં ઘણી વખત સચિન પાયલટને રાહુલ ગાંધી તરફથી પણ લીલી ઝંડી મળી ચૂકી છે.
રાહુલ ગાંધીએ પણ સચિન પાયલટને કોંગ્રેસની સંપત્તિ ગણાવી હતી. તાજેતરમાં જ્યારે હરીશ મીનાને અશોક ગેહલોત, સુખવિંદર સિંહ રંધાવા અને ગોવિંદ દોતાસરાની સામે પૂછવામાં આવ્યું કે શું તે માનેસર જનારાઓમાં સામેલ છે? તો તેમણે કહ્યું હતું કે, અહેમદ પટેલની સામે જ અમારી વાતચીતનો ખુલાસો થઈ ગયો છે તો પછી વારંવાર માનેસર જનારાઓમાં શા માટે બોલાવવામાં આવે છે?
અશોક ગેહલોતે પણ કહ્યું કે…
છેલ્લા ઘણા દિવસોથી એવી વાત સામે આવી રહી છે કે, અશોક ગેહલોત હાઈકમાન્ડને મળવા દિલ્હી ગયા હતા, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. જ્યારે સુખજિન્દર રંધાવા વારંવાર તેમના શબ્દો પર ફેરવી તોળે છે. એ વાત પણ સૌકોઈને ધીમે ધીમે સમજાઈ રહી છે કે, ગહલોત સાથેના આ હદેના મતભેદ બાદ પણ સચિન પાયલોટ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂપ કેમ છે. આ જ કારણ છે કે, સચિન પાયલટ રાજસ્થાનમાં ભાજપ પર આક્રમક છે. રવિવારે ખુદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, અમને એકબીજા સાથે ના ઝગડાવો, કારણ કે અમારી સરકાર રિપીટ થવા જઈ રહી છે.
રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ બદલવાની ચર્ચા
રાજસ્થાન સરકારના કેબિનેટ વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે, સચિન પાયલટના કહેવા પ્રમાણે, હાઇકમાન્ડ કેટલાક લોકોને મંત્રી બનાવી શકે છે અને સચિન પાયલટને ખુદ પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. કારણ કે સચિન પાયલોટે પોતે ઘણી વખત કહ્યું છે કે, તેઓ પદો પાછળ દોડતા નથી અને તે તત્કાલીન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા રહેશે.
સૂત્રોનું કહેવું છે કે, આ સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડની રણનીતિ એવી હોઈ શકે છે કે, સચિન પાયલટ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરવા માટે વધુ યોગ્ય સાબિત થઈ શકે છે.
ઉંમર વિશે સાવચેત છો?
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બદલાવના ઘણા સંકેત દેખાઈ રહ્યા છે. જ્યાં એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા સંગઠનાત્મક ફેરફારો થઈ શકે છે. સાથે જ યુથ કોંગ્રેસમાંથી પણ ટૂંક સમયમાં નવા પ્રમુખ આવે તેવી શક્યતા છે. દરેક મોરચે નવા લોકોની નિમણૂક થઈ શકે છે. મોટી વાત એ છે કે તેમાં ઉંમરનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w