ઉનાળાની રજાઓમાં બંધ મકાનોમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે મુલુંડમાં એક બંધ મકાનમાં પ્રવેશ કરીને ૪ લાખ રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો છે. હાલ મુલુંડ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુલુંડ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૪૯ વર્ષીય જયેશ છેડા મુલુંડનો રહેવાસી છે. તાજેતરમાં તે અંગત કામ માટે બહાર ગયા હતા. જ્યારે તે ઘરે પરત આવ્યો ત્યારે તેને ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરની અંદર જતાં જ પીડિતે જોયું કે ઘરની તિજોરીમાં રાખેલા ૪ લાખ રૂપિયા ગાયબ છે. જયેશને ખ્યાલ આવ્યો કે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને પૈસાની ચોરી કરી હશે. જે બાદ પીડિતે સીધો મુલુંડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણકારી આપી હતી.
હાલમાં મુલુંડ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ટેકનિકલ તપાસના આધારે મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ, મુલુંડ પોલીસે મુલુંડના નાગરિકોને અપીલ કરી છે કે તમે જ્યારે પણ શહેરની બહાર ફરવા જાઓ ત્યારે ઘરમાં મોંઘા દાગીના અને રોકડ રાખવી નહીં. આ સાથે આજુબાજુના લોકોએ પણ આ સમયગાળા દરમિયાન વધુ સતર્ક રહેવાની જરૂર છે. પોલીસે એવી પણ અપીલ કરી છે કે જો તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ તમારા પરિસરમાં ફરતો જણાય તો તરત જ પોલીસને જાણ કરો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w