બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલરની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલરની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સલમાન પણ તેના ચાહકોને પળે પળે અપડેટ્સ આપી રહ્યો હતો. આખરે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.
સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાની સાથે જ ભાઈજાનની ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
ફિલ્મના ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ સંપૂર્ણ એક્શન લવ સ્ટોરી છે. જેમાં લવસ્ટોરીની સાથે જોરદાર એક્શન પણ જોવા મળી હતી. ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં પૂજા હેગડે દક્ષિણના પરિવારમાંથી આવે છે. પૂજાના પરિવારને બચાવવા માટે ભાઈજાન પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળશે.
હાલ બધે એક જ વાત છે. સલમાન ખાન પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટ્રેલર જોવા માટે ચાહકો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર નજર ટેકવીને બેઠા હતાં. દરિયાદિલ સલમાને આ ફિલ્મ દ્વારા ઘણા ચહેરાઓને લોન્ચ કર્યા છે. બિગ બોસ ફેમ શહનાઝ ગિલ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી ડેબ્યૂ કરી રહી છે.
આ બે સુંદરીઓ સિવાય સલમાન ખાને માલવિકા શર્માને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક આપી છે. ટ્રેલર રિલીઝ થયા પહેલા જ સલમાને ફિલ્મના ઘણા ગીતો રિલીઝ કર્યા હતા. જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. સલમાને ટ્રેલરમાં દક્ષિણ સંસ્કૃતિનો મસાલો પણ ઉમેર્યો છે. જાહેર છે કે, આ ફિલ્મ પહેલા સલમાન ખાને ચિરંજીવીની ફિલ્મમાં કેમિયો કર્યો હતો. હવે તેણે સાઉથ સ્ટાર દગ્ગુબાતી વેંકટેશને પણ પોતાની ફિલ્મમાં કાસ્ટ કર્યો છે. આ સાથે રામ ચરણનો યંતમ્મા ગીતમાં કેમિયો પણ છે
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે મુંબઈ પોલીસે ભાઈજાનની સુરક્ષા વધારી દીધી છે અને તેને મુંબઈની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સલમાન ખાનની જીવનશૈલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, ભાઈજાન પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તે એકદમ સાદું જીવન જીવે છે.
મુકેશ છાબરાએ સલમાનને લઈ કર્યો ખુલાસો
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જેની પાસે પૈસાની કોઈ કમી નથી. તે દર વર્ષે સુપરહિટ ફિલ્મો આપીને કરોડોની કમાણી કરે છે. આ ઉપરાંત તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ તેમ છતાં સલમાન ખાન સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. ડિરેક્ટર મુકેશ છાબરાએ રણવીર સિંહના ચેટ શોમાં આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે, સલમાન ખાન હાલ પણ માત્ર 1 BHK ઘરમાં રહે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz