July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

ટેક્સી-ઓટો ચાલક-માલક માટે રાજ્ય સરકાર વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ઓટોરિક્ષા અને ટેક્સીના ડ્રાઈવરો અને માલિકોના કલ્યાણ માટે મહામંડળ બનાવવાની જાહેરાત કરી હતી અને આ કલ્યાણ મંડળ તેમને વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવર માલિક કલ્યાણ મહામંડળની સ્થાપના કરશે.આ મહામંડળ રાજ્યના બધા જ ઓટોરિક્ષા અને ટેક્સીના ચાલકો માટે કામ કરશે. તેમને આર્થિક મદદ કરશે અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.રજિસ્ટર્ડ સભ્યોને અકસ્માતમાં રૂ. 50,000 મળશે. વિસ્તૃત પોલીસી ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.આ મહામંડળ રજિસ્ટર્ડ મેમ્બરના બાળકોને શિષ્યવૃત્તિ આપશે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા બાળકોને માટે પણ સહાય આપશે.

રાજ્ય સરકાર પણ સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી સહાય કરશે.

વધુમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નિવૃત્ત ટેક્સી-ઓટો ડ્રાઈવરને ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. આને માટે એક કોર્પસ ફંડ બનાવવામાં આવશે. જેમાં રાજ્યના ઉદ્યોગ વિભાગ અને પરિવહન વિભાગનું યોગદાન હશે, એમ પણ તેમણે કહ્યું હતું. ગ્રેચ્યુઈટીનો લાભ મેળવવા માટે ચાલકે વર્ષે રૂ. 300 60 વર્ષની ઉંમર સુધી આપવાના રહેશે.

આ રાજ્યની નવી પહેલ છે. આ પહેલાં આવો નિર્ણય કોઈપણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.
તેમણે રાજ્યમાં યુવાનો માટેની સ્વયં રોજગારની યોજના વિશે પણ વાત કરી હતી કે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા અમલમાં મૂકાનારી આ યોજના હેઠળ સરકાર 35 ટકાની સબસિડી આપશે.

તેમણે જર્મનીમાં રોજગારની તકો વિશે જણાવતાં કહ્યું હતું કે જર્મનીમાં ચાર લાખ ડ્રાઈવરની જરૂર છે અને માસિક વેતન રૂ. ત્રણ લાખ મળશે. માલવાહક ભારે વાહનો અને પ્રવાસી વાહનો ચલાવનારા યુવાનો આને માટે અરજી કરી શકે છે, મહારાષ્ટ્ર સરકારે આને માટે જર્મની સાથે સમજૂતીના કરાર કર્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us