આપણા દેશમાં ભાડૂઆતોના હક્કને લગતા કાયદા એટલા કડક છે કે ક્યારેક તો મકાનમાલિકને પણ ઘર ખાલી કરાવવા માટે ભાડૂઆતના પગ પકડવા પડે છે. એટલું જ નહીં, ભાડૂઆત જો ઘર ખાલી કરવા તૈયાર ના થાય તો વર્ષો સુધી કોર્ટમાં કેસ પણ ચાલતા હોય છે. આ બધા સિવાય હવે તો જૂની પ્રોપર્ટીના રિડેવલપમેન્ટ પણ વધી રહ્યા છે ત્યારે ક્યારેક તેમાંય ભાડૂઆત અડચણ ઉભી કરતા હોય છે. મુંબઈના આવા જ એક કેસમાં એકમાત્ર ભાડૂઆતે રિડેવલપમેન્ટનો વિરોધ કરતાં આખો પ્રોજેક્ટ અટવાઈ જવાના કારણે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
મુંબઈના ખાર વેસ્ટમાં આવેલી રામી રાજા ચાલની સ્થિતિ જર્જરિત થઈ જતાં તેને ઓગસ્ટ 2021માં તોડી પાડવામાં આવી હતી. તેની જગ્યાએ એક કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની દરખાસ્ત ચાલના માલિક દ્વારા ભાડૂઆતો સમક્ષ મૂકાઈ હતી. ચાલમાં કુલ 21 ભાડૂઆતો હતા, જેમાંથી 20 રિડેવલપમેન્ટ માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ એક ભાડૂઆતે સહી કરવાની ના પાડી દીધી હતી. નવાઈની વાત એ છે કે, તમામ ભાડૂઆતને નવી બિલ્ડિંગમાં રહેવા માટે ઘર મળવાના હતા, તેમ છતાંય એક ભાડૂઆત રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz