મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન તરફથી ચાલુ મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પ (એમયુટીપી)ના ત્રીજા તબક્કાના રખડી પડેલા કામ ઝડપી થાય એવી શક્યતા છે. મુંબઈ પ્રકલ્પ બાબતે તાજેતરમાં થયેલી કયાસ બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસે આપેલા આશ્વાસન અનુસાર એમયુટીપી 3એ પ્રકલ્પ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી 100 કરોડ રૂપિયા મળ્યા હોવાની માહિતી એમઆરવીસીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. એમયુટીપી 3એમાં રેલવે પ્રકલ્પો માટે કુલ 33 હજાર 690 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
આ પ્રકલ્પને માર્ચ 2019માં મંજૂરી આપવામાં આવી છે. જોકે મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર તરફથી ભંડોળ મળતું ન હોવાથી રાજ્ય સરકાર સમક્ષ સતત વિનવણી કરવી પડે છે. તેથી મુંબઈગરાઓનો પ્રવાસ રાહતદાયક અને ઝડપી થવામાં અડચણ ઊભી થાય છે. કયાસ બેઠકમાં એમયુટીપી 3એ પ્રકલ્પોને પૂરા કરવામાં રાજ્ય સરકાર સહકાર્ય કરશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમ જ આ એમયુટીપી 3એ પ્રકલ્પ માટે તાત્કાલીક 100 કરોડ રૂપિયા મુંબઈ રેલવે વિકાસ મહામંડળને આપવા એવો આદેશ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમએમઆરડીએને આપ્યો હતો. એ પછી આ રૂપિયા મળ્યાનું એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.
એમયુટીપી 3એ અંતર્ગતના પ્રકલ્પમાં કલ્યાણ-બદલાપુર ત્રીજી અને ચોથી લેન (15 કિલોમીટર), કલ્યાણ-આસનગાવ ચોથી લેન (32 કિલોમીટર), બોરીવલી-વિરાર પાંચમી અને છઠ્ઠી લેન (26 કિલોમીટર), એ સાથે જ ગોરેગાવ-બોરીવલી હાર્બર રૂટનું એક્સટેન્શન (7 કિલોમીટર), મધ્ય અને પશ્ચિમ રેલવેના સ્ટેશનનું નૂતનીકરણ, મધ્ય-પશ્ચિમ-હાર્બર લાઈનમાં કમ્યુનિકેશન બેઝ ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ અને કલ્યાણ યાર્ડ નૂતનીકરણ જેવા કામનો સમાવેશ છે.
પશ્ચિમ રેલવેમાં સુરક્ષા માટે 200 જવાન
કોરોના નિયંત્રણમાં આવ્યા પછી તમામ કારભાર પૂર્વવત થયો છે. પશ્ચિમ રેલવેની ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેમ જ ઉનાળાની રજાઓ નિમિત્તે બહારગામ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી છે. તેથી પ્રવાસીઓની ગિરદીનું નિયોજન, મહિલાઓના લોકલ ડબ્બામાં સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે પશ્ચિમ રેલવેમાં મહારાષ્ટ્ર સુરક્ષા દળના અતિરિક્ત 200 જવાન તતૈનાત કરવામાં આવશે. કોરોનાપૂર્વ સમયમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા લોકલ ડબ્બામાં છેલ્લી લોકલ સુધી જવાન તૈનાત કરવામાં આવતા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w