સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ભય છે. એક દિવસમાં 10 હજારથી વધુ મામલા નોંધાઈ રહ્યાં છે. કોરોના પર છેલ્લા ત્રણ વર્ષમાં સચોટ ભવિષ્યવાણી કરનાર IIT કાનપુરના પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે મે મહીનાના મધ્યમાં કોરોના તેના પીક પર હશે. આ દરમિયાન રોજ 50 હજારથી વધુ કેસ આવી શકે છે.
ડો મનિંદ્ર અગ્રવાલે મેથેમેટિકલ મોડલના આધારે કરેલી ભવિષ્યવાણી સમગ્ર દેશમાં સચોટ સાબિત થઈ છે, જોકે તેમના મોડલનો સાચો હિસાબ લગાવવા માટે રોજ દસ હજાર કેસ નોંધાય તે જરૂરી છે.
એવામાં છેલ્લા થોડા દિવસોના સ્ટડીના આધારે આઈઆઈટી પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલે કહ્યું કે મે મહીનામાં કોવિડનો પીક જોવા મળી શકે છે. આ મેથેમેટિકલ મોડલના આધારે મે મહીનામાં રોજ 50થી 60 હજાર કેસ આવવાની શક્યતા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w