રેલવેનાં ચાહકો અને અધિકારીઓએ થાણેમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરીને આ વારસાને જાળવી રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.
ભારતીય રેલવે જ નહિ પણ સમગ્ર એશિયાની સૌથી પહેલી ટ્રેન ૧૬ એપ્રિલ ૧૮૫૩માં દોડી હતી. આ રેલવેનું સન્માન પણ આપણા મુબઇ-થાણે અને મધ્ય રેલવેનું છે. આ મધ્ય રેલવે એટલે તત્કાલીન ગ્રેટ ઈન્ડિયન પેનીનુસ્લા રેલવે કોર્પોરેશન લિમિટેડ. આ રેલવે લાઇન બનાવવા કંપની સાથે અનેક નામદાર મહાનુભાવનો ફાળો રહ્યો હતો પણ એ ઇતિહાસની વાત છે એની વાત કરીએ.
ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ ૧૮૩૨માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. ૧૮૪૪માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું. કંપનીઓ સાથે ૯૯ વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.
બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે(Great Indian Peninsular Railway) (GIPR) અને ઈસ્ટ ઈન્ડિયન રેલવે(East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી. રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિવહન માટે 22 ડિસેમ્બર ૧૮૫૧ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી. દોઢ વર્ષ બાદ ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ બોમ્બેના બોરીબંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો.
૧૬ એપ્રિલ, ૧૮૫૩નો દિવસ હતો. બપોરના ૧૨, ૧, ૨ અને ત્રણ વાગ્યા પછી સાડા ત્રણ વાગ્યાના ટકોરે મુંબઈથી થાણે (બોરીબડરથી તાના) વચ્ચે 34 કિલોમીટરનું અંતર આવરી લેતા ત્રણ એન્જિન સાહિબ, સિંધ અને સુલતાન સાથે છુક છૂક ગાડી દોડી હતી. આ ટ્રેનને જોવા માટે હજારો લોકોની જનમેદની આજના CSMTથી થાણે સુધી હતી. આ ટ્રેન એન્જિન અને ડઝનથી વધુ કોચમાં સેકંડો પ્રવાસીઓ ટ્રેનમાં હતા સાથે અનેક નામદાર, અધિકારીઓ અને સામાજિક કાર્યકર્તા હતા.
૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ ભારતીય રેલવેની ભારતમાં શરૂઆત થઈ હતી, જે મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી.જે ૩૪ કિલોમીટર સુધીનું અંતર આવલી લેતા ત્રણ એન્જિન સાહિબ, સિંધ અને સુલતાન તેને ખેંચતા હતાં. ગર્વનરના ખાનગી બેન્ડ અને ૨૧ તોપની સલામી સાથે તે સફરની શરૂઆત કરવામાં આવી હતી.
બપોરે 3.30 વાગે ૧૪ કોચમાં ૪૦૦ યાત્રીને લઈને આ ટ્રેન રવાના થઈ અને આ રેલગાડીએ 34 કિલોમીટરનું અંતર સવા કલાકમાં પુરૂ કર્યું હતું અને ૪.૪૫ કલાકે થાણે પહોંચી હતી. બસ ત્યારથી આ રેલગાડી નોન સ્ટોપ ચાલે છે. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ ૧૯૪૭ સુધીમાં ૪૨ રેલ સિસ્ટમ હતી. ૧૯૫૧માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવામાં આવી હતી અને તેના કારણે દુનિયાના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે ભારતીય રેલવે વિભાગ લાંબા અંતરની અને ઉપનગરીય (મુંબઈ, કોલકાતા ચેન્નઈમાં લોકલ ટ્રેનની) નેટવર્ક જોકે ગુજરાતમાં પણ ટ્રેન દોડાવવાનું સપનું રાજવીઓએ સેવ્યું હતું અને સાકાર પણ કર્યું હતુ. દેશની પ્રથમ ટ્રેન 1853માં દોડયાનાં ફકત 27 વર્ષ બાદ 1880માં 18 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન દોડી સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન ગોંડલ – ભાવનગર વચ્ચે ૧૮ ડિસેમ્બર ૧૮૮૦માં દોડી હતી.
આ માટેનો યશ ગોંડલના રાજવી સર ભગવત અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીને ફાળે જાય છે. દેશમાં ટ્રેનની શરૂઆત પછી ફકત ૨૭ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ટ્રેન દોડી હતી. સૌરાષ્ટ્રમાં રેલવે લાઇન નાખવાનો પ્રથમ વિચાર અંગ્રેજ સર રીચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવત અને ભાવનગર રાજવીને આવ્યો હતો. ભાવનગર ગોંડલ રાજ્યે મળીને ભાવનગરથી વઢવાણ, ધોળાથી ધોરાજી સુધી કુલ ૩૨૩ કિ.મી. રેલવે લાઇન નાખવાનું આયોજન કર્યું હતું.
જેને તત્કાલિન વાઇસરોય ગવર્નર લીટને મંજૂર કર્યું હતું. અને એનું ઉદ્દઘાટન રિચાર્ડ ટેમ્પલે કર્યું હતું. ૧૮૮૦માં કામ પુરૂં થતાં રેલવે લાઇન ગવર્નર ફરગ્યુસને કર્યું હતું. આ લાઇન ભાવનગર-ગોંડલ તરીકે ઓળખાતી હતી. અને એ લાઇન પર પ્રથમ સ્ટીમ એન્જિન સાથે ટ્રેન દોડી હતી. એ પછીના અરસામાં તમામ સ્ટેટ બોમ્બે બરોડા સેન્ટ્રલ રેલવે (બીબીસીઆર)સાથે મર્જ કરવામાં આવ્યા હતાં. એ જમાનો રાજવી શાસનનો હતો. એટલે દરેક ગુજરાતના નાના નાના દરેક સ્ટેટ પોતાની રીતે રેલવે સુવિધાની શરૂઆત માટે સજ્જ થયા, જેમાં ભાવનગર સ્ટેટ પ્રથમ હતું, ત્યાર બાદ કાઠિયાવાડ સ્ટેટ, દ્વારકા સ્ટેટ, ગોડલ સ્ટેટ, મોરબી સ્ટેટ અને જામનગર સ્ટેટનો સમાવેશ થતો. આ તમામ સ્ટેટ બોમ્બે બરોડા સેન્ટ્રલ રેલવે સાથે મર્જ થયા. આજે જે વેસ્ટર્ન રેલવે (ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ)છે એ સમયે આ માળખુ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ રેલવેથી જાણીતું હતું. એ જ રીતે આજનું મધ્ય રેલવે એ જમાનામાં જીઆઇપીઆર હતી.
આજે મુંબઈ મહાનગર અને પરના વિસ્તારમાં ઉપનગરીય લોકલ ટ્રેનનું નેટવર્ક ૩૦૦ કિલોમીટરનું છે, પણ આજે ધીમે ધીમે તેમાં વધારો થઈ રહ્યો છે, જે ૧૭૦ વર્ષના ભવ્ય ઇતિહાસનો અમર વારસો છે, જેને જીવંત રાખવા રેલવે જેટલી કમર કસે છે એટલી જ આપણે પણ જહેમત કરવી જોઈએ. રેલવેનાં ચાહકો અને અધિકારીઓએ થાણેમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરીને આ વારસાને જાળવી રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w