૨૦ વર્ષ જૂના કેસમાં ૧૧ લાખનો દંડ
૨૦ વર્ષ પહેલાં ન્યુમોનિયાથી મૃત્યુ પામેલી અઢી વર્ષની બાળકીના કેસમાં નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ડોક્ટરને બેદરકારી દાખવવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આ સાથે બાળકીની માતાને ૧૧ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ ૨૦૦૩માં શાલ્વી ભટ્ટને ખૂબ તાવ આવ્યો હતો જેના કારણે શાલ્વીના પરિવારના સભ્યો તેને ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા હતા. જેના બાદ શાલ્વીને અય્યર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ૫ દિવસની પ્રાથમિક સારવાર બાદ અઢી વર્ષની શાલ્વીનું મોત થયું હતું. જે બાદ મૃતકની માતા ઉમા ભટ્ટે હોસ્પિટલ પ્રશાસન સામે કેસ નોંધાવતા કહ્યું કે હોસ્પિટલની બેદરકારીને કારણે તેની પુત્રીનું મોત થયું છે. જેના કારણે મામલો કોર્ટમાં ગયો હતો. વર્ષ ૨૦૧૬માં રાજ્ય આયોગે ડો. રમેશ ઐયરને જ દોષિત ઠેરવ્યા હતા. જેના માટે અય્યરે વર્ષ ૨૦૧૭માં નેશનલ ફોરમમાં અપીલ કરી હતી.
ઉમા ભટ્ટના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ મેડિકલ રેકોર્ડ ખાલી હતા અને ક્લિનિકલ તારણો માટેની એન્ટ્રીઓ ગુમ હતી. વકીલે દલીલ કરી હતી કે ક્લિનિકલ નોટ્સ અને નર્સિંગ નોટ્સ જેમ કે તાપમાન, પલ્સ અને દવાના રેકોર્ડિંગમાં પણ વિસંગતતાઓ જોવામાં આવી હતી. આમાં હોસ્પિટલ પ્રશાસનની સંપૂર્ણ બેદરકારી બહાર આવી હતી. આ સંદર્ભમાં જે જે હોસ્પિટલમાં નિષ્ણાતોની એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જેમણે આ સંદર્ભમાં તપાસ કરી અને અંતે નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન વતી હોસ્પિટલને દોષી ઠેરવીને મૃતકના પરિવારને ૧૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તમ મેડિકલ રેકોર્ડ ન હોવાના લીધે પણ આ કેસમાં ડોક્ટર અય્યરને જવાબદાર ગણવામાં આવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w