મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારને માટે સૌથી મોટો દાવો કર્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ના ગઠબંધનવાળી સરકારને માટે ફરી એકવાર સૌથી મોટો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું આગામી પંદર દિવસમાં સરકાર પડશે. શિંદે સરકારનું ડેથ વોરન્ટ જારી થઈ ચૂકયું છે.
મહારાષ્ટ્રમાં તત્કાલીન ઉદ્વવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર સામે બળવો કરીને એકનાથ શિંદે 40 વિધાનસભ્યને લઈને નવી સરકારનું ગઠન કરવામાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા સરકારના પતનના દાવા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ફોડ પાડતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે અમારો પક્ષ અત્યારે ફક્ત કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યું છે અને ન્યાય મળે તેની અપેક્ષા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની સરકાર ઉદ્વવ ઠાકરે જૂથની ટીકા-ટિપ્પણીનો નિરંતર ભોગ બની રહ્યું છે, જેમાં આ અગાઉ આદિત્ય ઠાકરેએ પણ સરકારના પતનની આગાહી કરી ચૂક્યા છે, ત્યારે સંજય રાઉતના નિવેદનને લઈ ફરી આ મુદ્દે વિસ્ફોટક નિવેદન આપ્યું છે.
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે વિસ્ફોટક નિવેદન ફક્ત સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અરજીનો ઉલ્લેખ કરીને રાઉતે કહ્યું હતું કે કોર્ટમાં શિંદે જૂથ (શિવસેના)ના 16 વિધાનસભ્ય અયોગ્ય હોવાની અપીલ કરવામાં આવી છે. આ વિધાનસભ્યોએ ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ વિરુદ્ધ બળવો કર્યો હતો, તેથી ઉદ્ધવ ઠાકરે જૂથને આ વિધાનસભ્યનું સભ્યપદ રદ થવાની અપેક્ષા રાખી રહ્યું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના 40 વિધાનસભ્યની સરકાર આગામી પંદરથી 20 દિવસમાં તૂટશે અને સરકારનું ડેથ વોરન્ટ જારી થઈ ગયું હોવાનો રાઉતે દાવો કર્યો છે, જ્યારે તેમણે અગાઉ ફેબ્રુઆરીમાં આ જ વાતનું રટન કર્યું હતું, પણ એમ થયું નહોતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w