મુલુંડ (વે)માં ગણેશ ગાવડે રોડ સ્થિત ઉદાસીન અખાડા બાવાજીની ઝૂંપડીના મંદિરમાંથી ઝૂલામાં બેસાડેલા શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનો રૂા.૧૫હજારની કિંમતનો મુગટ ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ મંદિરના કાર્યકર્તાએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ ઉદાસીન અખાડાનું મંદિર શ્રદ્ધાળુઓમાં હનુમાન દાદા માટે પ્રચલિત હોવાથી શનિવા૨,તા.૨૨ એપ્રિલના અત્રે ભારે ગિર્દી હતી. સવારે ૬ વાગે ખોલવામાં આવેલા મંદિરમાં દિવસ દરમ્યાન ભારે ગિર્દી રહી હતી અને રાત્રે ૯ વાગ્યાની આસપાસ ચારેક સેવકોમાંથી શક્તિ શુક્લાના ધ્યાનમાં આવ્યું કે શ્રીકૃષ્ણ ભગવાનનો મુગટ ગાયબ છે. તેમણે આ બદલ શોધખોળ તેમજ પૂછપરછ કરીપરંતુ મુગટ ક્યાંય ન મળતાં તેની કોઈએ ચોરી કરી હોવાની ખાતરી થઈ જતાં તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ૧૫૦ ગ્રામના રૂા.૧૫ હજારની કિંમતના ચાંદીના મુગટની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w